મહુવા તાલુકાના વહેવલ અને મહુવરિયા ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનોએ વધાવ્યો
સુરતઃમંગળવારઃ- ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સાતમા દિવસે વહેવલ અને મહુવરિયા ગામે દબદબાભેર સ્વાગત કરવામા આવ્યું હતું.
આ અવસરે CDPOશ્રી વિમળાબેને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જણાવ્યું હતું કે, ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવા માટેનો રોડમેપ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઇ છે એમ કહી તેમણે દેશની વિકાસ ગાથા વર્ણવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિષે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ICDS મુખ્ય સેવિકા વહેવલ, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરી તેનું મહત્વ સમજાવાયું હતું.
આ કાર્યક્રમમાં વહેવલ ગામના સરપંચશ્રી સંજયભાઈ પટેલ, bobના અધિકારીશ્રી આરજવભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રી વિક્રમભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યોશ્રી, નાબાર્ડના અધિકારી શ્રીમતી કુંતનબેન, તેમજ તાલુકા પંચાયતના કર્મચારી, મુખ્ય સેવિકા સીમાબેન રમાકાંત યાદવ તેમજ મહુવરિયા ગામ ખાતે મહુવરિયા ગામમાં સરપંચશ્રી બાબુભાઈ પટેલ, CDPOશ્રી વિમળાબેન જી. પટેલ, મેડિકલ ઓફિસરશ્રી જીંકલબેન ચૌધરી, વાસ્મો અધિકારીશ્રી અવનીબેન પટેલ, CHC વહેવલ અધિકારીશ્રી પ્રિંસભાઈ રાજપૂત, તબીબી અધિકારીશ્રી મિતેશભાઈ પટેલ, કાર્યકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.