ગ્રામજનો દ્વારા ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લેવાય
માંડવીના ઘંટોલી અને બડતલ ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનું ગ્રામજનો દ્વારા કરાયું ઉષ્માભર્યું સ્વાગત
સુરત:મંગળવાર: દેશનાં ગામેગામ વસતા છેવાડાના માનવી સુધી સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની જાણકારી અને તેનો લાભ પહોંચાડવાના હેતુસર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૧૫ નવેમ્બરથી દેશ-રાજ્યભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાયો હતો.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઘંટોલી અને બડતલ ગામે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સંકલ્પ રથના માધ્યમથી પ્રજાજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવે છે. તેમજ તેઓને મળવાપાત્ર લાભો સહિત અનેક સેવાઓ ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહી છે.
ગ્રામસેવક નેહાબેન કોટવાડીયા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિષે માહિતી આપી હતી. પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસાર સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS, PMJAY, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોનો સુખદ અનુભવ વ્યક્ત કર્યાં હતા. તેમજ “હર ઘર જલ યોજના” અંતર્ગત ગ્રામપંચાયતને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઘંટોલી ગામના સરપંચ શ્રીમતિ નિનાબેન ચૌધરી, MO. ડો. ઉર્વીક ચૌધરી, શિક્ષિકા શ્રીમતિ નિરંજનાબેન ચૌધરી, તલાટીકમ મંત્રી નીતાબેન, MPHW જીતુભાઇ ચૌધરી, અને પ્રિયંકાબેન કોટવાડીયા, તાલુકા પંચાયત સભ્ય તેમજ આંગણવાડી તેડાગર તથા અન્ય વિભાગના અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બડતલ ગામે સરપંચશ્રી રિતેશભાઇ ચૌધરી, તલાટીકમ મંત્રી કનુભાઇ, ગ્રામસેવકશ્રી નેહાબેન અને સપનાબેન, આરોગ્ય શાખામાંથી ડૉ.હિરલબેન, ICDSના શ્રીમતિ પ્રજ્ઞાબેન સહિત આંગણવાડી તેડાગર તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.