કરંજ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે BLO – ઝોનલ ઓફિસરોની બાઈક રેલી યોજાઈ

કરંજ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે BLO – ઝોનલ ઓફિસરોની બાઈક રેલી યોજાઈ
બાઈક રેલીના માધ્યમથી મામલતદારો, ARO, BLO, ઝોનલ ઓફિસરો સહિતના કર્મચારીઓએ મહત્તમ મતદાનનો સંદેશ આપ્ય
મતદાન જાગૃતિના પોસ્ટરો સાથે ૨૫૦થી વધુ બાઈકર્સ રેલીમાં સહભાગી બન્યા
મતદાન એ જ મહાદાન. આ સૂત્રને સાર્થક કરવા માટે તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મહત્તમ મતદાન થાય એ માટે કરંજ વિધાનસભા મત વિસ્તારમાં BLO, ઝોનલ ઓફિસરો દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી, જેમાં મામલતદારશ્રીઓ, ARO, BLO, ઝોનલ ઓફિસરો સહિત કર્મચારીઓએ મહત્તમ મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
કરંજ વિસ્તારના બોમ્બે-પુણા માર્કેટથી શરૂ થઈ સીતાનગર, મારૂતિ ચોક, રચના સર્કલ, વરાછા-કામરેજ મેઈન રોડ, સુરત ફેસ્ટનર્સ, જોલી એવન્યુ રોડ, ગુરુ પુસ્કર દેવેન્દ્ર સર્કલથી બોમ્બે માર્કેટ સુધીના રૂટ ઉપર મતદાન જાગૃતિના પોસ્ટર સાથે આયોજિત રેલીમાં ૨૫૦થી વધુ બાઈકર્સ સહભાગી બન્યા હતા. રેલીમાં સૌએ અચૂક મતદાન, સો ટકા મતદાન, ચુનાવ કા પર્વ, દેશકા ગર્વ, પહેલા મતદાન, પછી અન્ય કામ, વધુમાં વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નાદથી સૌને મતદાન માટે જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો.