ડાંગ જિલ્લાના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીની જુદી જુદી યોજાનાઓના લાભો અપાયા

ડાંગ જિલ્લાના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીની જુદી જુદી યોજાનાઓના લાભો અપાયા
આદિમ જૂથ સમુદાયને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ
ભારત સરકાર દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓમાં વિવિધ કેમ્પો યોજી લોકો સુધી સરકારની યોજનાઓના લાભ પહોચાડવાનો પ્રયાસ કરાયો હતો.
ડાંગ જિલ્લાના ૧૭ ગામડાઓના કોટવાળીયા, કોલઘા, અને કાથોડી સમુદાયના ૬૯૬ કુટુંબોના પરીવારોને સરકારી યોજાનાઓના લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રસાય કરવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લા આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં યોજાયેલ PM-JANMAN ફેઝ-૨ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૫૨ લોકોને પાકા આવાસ અને વિજળીનો લાભ આપવામાં આવ્યો, તેમજ ૯૬૯ લોકોને જાતીના દાખલાઓ આપવામાં આવ્યા, ૧૭ લોકોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ સાથે ૪૧ લોકોને આયુષ્યમાન કાર્ડ યોજનાનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આમ આદિમ જૂથ સમુદાયોને સરકારશ્રીની કુલ ૧૧ જેટલી વિવિધ યોજનાઓના લાભ આપી તેઓને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.