સ્પોર્ટ્સ

રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 8 રને હરાવ્યું

રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 8 રને હરાવ્યું
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 28 ડિસેમ્બરે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ માઉન્ટ મૌંગાનુઈના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને આઠ રનથી હરાવ્યું છે. આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
પ્રથમ T20 મેચમાં શ્રીલંકાના કેપ્ટન ચારિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી અને ટીમના ત્રણ બેટ્સમેન માત્ર 39 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ડેરીલ મિશેલે સૌથી વધુ 62 રનની ઇનિંગ રમી હતી. આ તોફાની ઇનિંગ દરમિયાન ડેરિલ મિશેલે 42 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ડેરીલ મિશેલ સિવાય માઈકલ બ્રેસવેલે 59 રન બનાવ્યા હતા.
બીજી તરફ શ્રીલંકન ટીમને બિનુરા ફર્નાન્ડોએ પ્રથમ મોટી સફળતા અપાવી હતી. શ્રીલંકા તરફથી બિનુરા ફર્નાન્ડો, મહેશ થીક્ષાના અને વાનિન્દુ હસરાંગાએ સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મતિશા પાથિરાનાએ એક વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમને આ મેચ જીતવા માટે 20 ઓવરમાં 173 રન બનાવવાના હતા. લક્ષ્યનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત વિસ્ફોટક રહી હતી અને પ્રથમ વિકેટ માટે બંને ઓપનિંગ બેટ્સમેનોએ માત્ર 81 બોલમાં 121 રનની ઝડપી ભાગીદારી કરી હતી. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 164 રન બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાન્કાએ સૌથી વધુ 90 રનની ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ દરમિયાન પથુમ નિસાન્કાએ 60 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. પથુમ નિસાંકા સિવાય કુસલ મેન્ડિસે 46 રન બનાવ્યા હતા. આ બે સિવાય કોઈ બેટ્સમેન રન બનાવવામાં સફળ રહ્યો ન હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button