ગુજરાત
વેસુ વિસ્તારમા સોસાયટીના રહીશોએ અનધિકૃત અતિક્રમણ દૂર કર્યું

વેસુ વિસ્તારમા સોસાયટીના રહીશોએ અનધિકૃત અતિક્રમણ દૂર કર્યું
વેસુ સ્થિત નંદિની-1 સોસાયટીની દિવાલ પાસેની ફૂટપાથ પર ફળ, શાકભાજી, ફૂલ, કૂંડા, મોબાઈલ વગેરેના વિક્રેતાઓ દ્વારા કરાયેલું અનઅધિકૃત અતિક્રમણ રવિવારે સોસાયટીના રહીશો દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. સોસાયટીના જયેશ ગાંધી અને સુમિત ભાઈ જણાવ્યું હતું કે તેમના કારણે દરરોજ ટ્રાફિક જામ થાય છે અને સોસાયટીની બહાર ગંદકીનો ઢગલો રહે છે. તેઓને મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ ઘણી વખત દૂર કરવામાં આવ્યા છે પરંતુ તેઓ ફરી આવીને બેસી જાય છે. જેને રવિવારે સોસાયટીના સભ્યો દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.