Uncategorized
શ્રીનગર-જમ્મુ હાઇવે ખરાબ હવામાનને કારણે બંધ કરાયો

શ્રીનગર-જમ્મુ હાઇવે ખરાબ હવામાનને કારણે બંધ કરાયો
જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનની પરિસ્થિતિ સર્જાઇ હતી. જયાં ખરાબ હવામાનને કારણે સત્તાવાળાઓએ શનિવારે શ્રીનગર- જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો તેમ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ મામલે અધિકારીના જણાવ્યા અનુસાર દલવાસ, મેહર અને હિંગણી ખાતે લપસણોની સ્થિતિ ઉપરાંત દલવાસમાં કાદવને કારણે માર્ગ સંકોચવાને કારણે અધિકારીઓને વાહનોની અવરજવર માટે હાઇવે બંધ કરવા પ્રેર્યા હતા. મુસાફરી શરૂ કરતા પહેલા રામબન અને ઉધમપુરના ટ્રાફિક કંટ્રોલ યુનિટ પાસેથી યોગ્ય રસ્તાની સ્થિતિ મેળવવાની સલાહ આપી હતી.