સુરતીઓ આઈસ્ક્રીમ આરોગતા પહેલા ચેતજો શહેરમાં 8 સ્થળે આઈસ્ક્રીમના નમૂના ફેલ
શહેરમાં 8 સ્થળે આઈસ્ક્રીમના નમૂના ફેલ, કોઈ વાસી તો ક્યાંય ફેટનું વધુ પ્રમાણ મળ્યું
સુરત: ઉનાળામાં શહેરભરમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પદાર્થો ખાવાનું પસંદ કરતા હોય છે. જેમાં આઈસ્ક્રીમ કોલ્ડ કોકો આઇસડીશ વગેરેનો સમાવેશ થાય છે. જેનું વેચાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. પરંતુ વિક્રિત આવો જે ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં ભેળસેળ હોવાનું પણ જણાય આવે છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત શહેર વિસ્તારમાં આઈસક્રીમ અને કોકોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓની ડે.કમિશ્નર અને ડેઝીગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સુચના તથા સીધા માર્ગદર્શન મુજબ ચાલુ માસમાં ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી કોકોની બનાવટમા વપરાતા કોકો પાઉડર, મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
આ તપાસ દરમિયાન 8 સ્થળેથી નમૂના ફેલ થયા હતા અને ફૂડ વિભાગ દ્વારા 15 કીલો કોકો પાઉડર, મિલ્ક પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં કોમલ આઈસક્રીમ અને જ્યુસ સેન્ટર, શ્રીનાથ આઈસક્રીમ, શ્રીદેવ આઈસક્રીમ અને ફાલુદા, જનતા આઈસક્રીમ, મહાદેવ આઈસક્રીમ, સાવલીયા આઈસક્રીમ, ગોકુલમમાં કોકો પાઉડરના નમૂના ફેલ થયા હતા.