પ્રાદેશિક સમાચાર
ભારત નિર્મિત બ્રહ્મોસ મિસાઈલાનો પ્રથમ સેટ ફિલીપાઈન્સ પહોંચ્યો

ભારત નિર્મિત બ્રહ્મોસ મિસાઈલાનો પ્રથમ સેટ ફિલીપાઈન્સ પહોંચ્યો
ભારતીય વાયુસેનાએ સ્વદેશી ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ ડિલીવરી ફિલિપાઈન્સને પહોંચાડી નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે 2022માં 37.5 કરોડ ડોલરનો સોદો થયો હતો. આ ડિલીવરી પહોંચાડવા માટે ભારતે અમેરિકા પાસે ખરીદેલા સી-17 ગ્લોબમાસ્ટર વિમાનનો ઉપયોગ કર્યો હતો. મિસાઇલોની સાથે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમ માટે ગ્રાઉન્ડ સિસ્ટમ્સની નિકાસ ગયા મહિને શરૂ થઈ હતી. ભારત પહેલીવાર બ્રહ્મોસ મિસાઈલને કોઈ વિદેશી દેશને પહોંચાડયું હતું.