સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લેડીઝ ક્લબ અમદાવાદ દ્વારા વૃદ્ધાશ્રમમાં રેફ્રિજરેટર અને સાડીઓનું દાન
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લેડીઝ ક્લબ અમદાવાદ દ્વારા વૃદ્ધાશ્રમમાં રેફ્રિજરેટર અને સાડીઓનું દાન
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લેડીઝ ક્લબ અમદાવાદ એ 09.06.2023 ના રોજ અમદાવાદના અખબારનગર સર્કલ સ્થિત માતોશ્રી વૃધ્ધાશ્રમમાં ચેરિટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃદ્ધાશ્રમનું સંચાલન એજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સીજીએમ એસબીઆઇ અમદાવાદ સર્કલના પત્ની અનેએસબીઆઇI લેડીઝ ક્લબના ચેર પર્સન શ્રીમતી સુમિત્રા સુરેંદર રાણાએ લેડીઝ ક્લબના અન્ય પદાધિકારીઓની હાજરીમાં રેફ્રિજરેટર અને સાડીઓનું તમામ મહિલા સભ્યોને દાન કર્યું હતું. લેડીઝ ક્લબ દ્વારા તમામ વૃદ્ધ સભ્યો માટે લંચ પણ સ્પોન્સર કરવામાં આવ્યું હતું.
માતૃશ્રી વ્રુધાશ્રમ અમદાવાદે તેમની ચેરિટી માટે એસબીઆઇ લેડીઝ ક્લબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. મહિલા ક્લબે ભવિષ્યમાં પણ વૃદ્ધાશ્રમને વધુ મદદ કરવાની ખાતરી આપી હતી.