ગુજરાત

મચ્છી પકડવા ગયેલા આધેડને મગર ખેંચી જતાં પંથકમાં હાહાકાર

મચ્છી પકડવા ગયેલા આધેડને મગર ખેંચી જતાં પંથકમાં હાહાકાર
યુવકને મગર ખેંચી ગયાના સમાચાર વાયુવેગે પસરતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા
ડભોઇ તાલુકાના ચનવાડા પારા ગામ વચ્ચે આવેલ ઓરસંગ નદીમાં આધેડ મચ્છી પકડવા ગયો હતો દરમિયાન મગર ખેંચી જતા પંથક માં હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાસ્થળે લોક ટોળા ઉમટી પડયા હતા.
ડભોઇ તાલુકા સિતપુર વસાહતનો રહીશ લાલજીભાઈ છગનભાઇ વસાવા તાલુકાના ચનવાડા પારા ગામ વચ્ચે આવેલ ઓરસંગ નદીમાં મચ્છી પકડવા ગયો હતો દરમિયાન પાણીમાં ઉતરતા મગર ખેંચી ગયો હતો બનાવને પગલે
ડભોઇ પોલીસ સહિત વનવિભાગની ટિમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પારાગામ અને સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ નદીમાં 3 જેટલા મહાકાય મગર હોવાનું અનુમાન છે.
ઘટનાની જાણ ડભોઇ ફાયર વિભાગ તેમજ વડોદરા ની ફાયર ટીમને કરાઈ હતી. બનાવને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. અલગ અલગ તરવૈયોની ટીમો એ પણ નદીમાં શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button