આઈપીએલ 2024નો કાર્યક્રમ જાહેર, 22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ, અમદાવાદમાં 24 માર્ચે પ્રથમ મેચ

આઈપીએલ 2024નો કાર્યક્રમ જાહેર, 22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ, અમદાવાદમાં 24 માર્ચે પ્રથમ મેચ
આઈપીએલ 2024માં શરૂઆતમાં 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની (આઈપીએલ) આગામી સિઝનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટમી શરૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નઇમાં રમાશે. એટલે કે પ્રથમ દિવસે જ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચેનો જંગ જોવા મળશે.
આઈપીએલ 2024માં શરૂઆતમાં 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બપોરની મેચ 3.30 કલાકે અને સાંજની મેચ 7.30 કલાકેથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર 2.30 કલાકેથી લાઇવ કોમેન્ટ્રી શરુ થઇ જશે.