શિક્ષા

PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨માં ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો

PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨માં ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો
વિદ્યાર્થીઓએ અનોખી કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને ૨૦૦થી પણ વધુ અવનવા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સર્જનાત્મકતા વધે તે હેતુથી PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨માં, નાના વરાછામાં ભવ્ય વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની અનોખી કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને ૨૦૦થી પણ વધુ અવનવા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.
આ વિજ્ઞાનમેળાનું ઉદ્ઘાટન શાળાની ‘સ્કૂલ મેનેજમેન્ટ કમિટી’ (SMC)ના અધ્યક્ષ શ્રીમતી નયનાબહેન સાકરિયા તથા ઉપસ્થિત SMCના અન્ય સભ્યોના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાનમેળા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા કોડિંગ આધારિત ‘સ્માર્ટ પ્રોજેક્ટ્સ’ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. વિદ્યાર્થીઓની ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલી સૂઝબૂઝ અને સર્જનાત્મકતા જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.
આ પ્રદર્શનને સફળ બનાવવા અને વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે શાળાના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ ૩૦૦થી પણ વધુ વાલીઓએ હાજરી આપી હતી. વાલીઓ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભા અને તેમના પ્રોજેક્ટ્સની મુક્ત મને પ્રશંસા કરી બિરદાવ્યા હતા. આ આખા વિજ્ઞાનમેળાનું સફળ આયોજન કરવા માટે શાળાના વિજ્ઞાન શિક્ષકો શ્રી નિલેશભાઈ, શ્રી અલ્પેશભાઈ, શ્રી હરસુખભાઈ, શ્રીમતી હર્ષાબહેન અને શ્રી સંદીપભાઈ સહિત શાળાના તમામ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button