ગુજરાત

આસાધારણ ફાઉન્ડેશનના ‘આનંદ મેળો 2.0’માં બાળકોએ સંભાળી નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતાની કમાન

આસાધારણ ફાઉન્ડેશનના ‘આનંદ મેળો 2.0’માં બાળકોએ સંભાળી નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતાની કમાન
સુરત : આસાધારણ ફાઉન્ડેશન દ્વારા રવિવાર, 4 ઓક્ટોબર 2026ના રોજ સનગ્રેસ સ્કૂલ, ઉધના ખાતે ‘આનંદ મેળો’ની બીજી આવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના નેતૃત્વમાં યોજાયેલા આ અનોખા લર્નિંગ ફેરમાં રમત-ગમત અને મનોરંજન દ્વારા વાસ્તવિક જીવનના કૌશલ્યો શીખવવામાં આવ્યા હતા. આ મેળામાં સંસ્થાની ‘સન્ડે પાઠશાળા’ના બાળકો સાથે વાલીઓ, સ્વયંસેવકો અને શહેરના અગ્રણી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ આયોજનની મુખ્ય વિશેષતા એ રહી કે બાળકો માત્ર સહભાગી તરીકે નહીં, પરંતુ આયોજક બનીને મેળાનું સંચાલન કરી રહ્યા હતા. ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સંવેદના, સંવાદ, સહયોગ, સભાનતા અને વિશ્લેષણાત્મક વિચારસરણી જેવા ગુણો વિકસાવવાનો હતો.
મેળા દ્વારા બાળકોએ વ્યવહારુ સ્તરે નાણાકીય સાક્ષરતા, માર્કેટિંગ અને ઉદ્યોગસાહસિકતાના પાઠ શીખ્યા. સ્ટોલ મેનેજમેન્ટ દ્વારા બાળકોએ નફો-નુકસાન, કિંમત નિર્ધારણ, બચત અને ગ્રાહકો સાથે વાતચીત કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યોનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
આસાધારણ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ પહેલ બાળકોના સર્વાંગી વિકાસ નો એક ભાગ છે. જ્યારે બાળકોને નિર્ણય લેવાની તક અને વિશ્વાસ આપવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર આત્મવિશ્વાસથી જ નથી ભરાતા, પરંતુ ભવિષ્યના સક્ષમ લીડર પણ બને છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button