ગુજરાત

વનબંધુ પરિષદ યુવા દ્વારા “વંદન-૨” કાર્યક્રમનું કરાયું આયોજન

વનબંધુ પરિષદ યુવા દ્વારા “વંદન-૨” કાર્યક્રમનું કરાયું આયોજન
સુરત : વનબંધુ પરિષદ યુવા શાખા દ્વારા રવિવારે અડાજણ સ્થિત સેલેસ્ટિયલ ડોમ ખાતે એક અનોખા અને ભાવુક કાર્યક્રમ “વંદન-૨”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચાલીસ પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરિવારોએ સામૂહિક રીતે માતા-પિતાનું પૂજન કરી, પુષ્પહાર પહેરાવી તેમજ ચરણસ્પર્શ કરીને પોતાનો સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં દીકરા-દીકરીઓ ઉપરાંત પુત્રવધૂઓ અને જમાઈઓએ પણ માતા-પિતાના ચરણોમાં પૂજન-અર્ચન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માતા-પિતા દ્વારા સંતાનો માટે કરાયેલા ત્યાગ, પરિશ્રમ અને આજીવન સેવાની વંદના કરવાનો તેમજ તેમના પ્રત્યે આદર અને આભાર પ્રગટ કરવાનો હતો.
આ આયોજનમાં વનબંધુ પરિષદના અધ્યક્ષ શ્રીનારાયણ પેડીવાલ, વિનોદ અગ્રવાલ, કાર્યક્રમના સંયોજક ગોપેશ અગ્રવાલ, નિર્મલ નાગદા, અનુરાગ જૈન, ગૌરવ માહેશ્વરી સહિત ચાલીસથી વધુ યુવાનોની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button