કૃભકો એ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો

કૃભકો એ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
આઝાદી કા અમૃત મહોત્સવની ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે કૃભકો ટાઉનશિપ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી પી ચંદ્ર મોહન, પ્લાન્ટ હેડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને સુરક્ષા વિભાગના કર્મચારીઓ, કેન્દ્રીય વિદ્યાલય અને ન્યુ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ-પાસ્ટ (પરેડ) કરવામાં આવી હતી. બંને શાળાના વિદ્યાર્થીઓએ વિશાળ સભા સમક્ષ દેશભક્તિના ગીતો અને નૃત્ય રજૂ કર્યા હતા. પ્રસંગની ઉજવણી કરવા માટે, વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. આ પ્રસંગે પરફોર્મન્સ એવોર્ડ અને મેરીટોરીયસ સ્ટુડન્ટ્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ટાઉનશીપના રહેવાસીઓમાં જાગૃતિ લાવવા માટે, વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ, ધ્વજવંદન સમારોહ બાદ મેધાવી વિદ્યાર્થીઓને છોડના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત, ટાઉનશીપના રહેવાસીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટે ફ્લેગ હોસ્ટિંગ સાઇટની નજીક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓએ ઉત્સાહપૂર્વક સેલ્ફી લીધી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ પર, “હર ઘર તિરંગા” રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટાઉનશીપ રહેવાસીઓ અને શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.