ગુજરાત
ઉધના ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ અને મેદસ્વિતામુક્ત ગુજરાત અંતર્ગત યોગશિબિર યોજાઈ

ઉધના ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ અને મેદસ્વિતામુક્ત ગુજરાત અંતર્ગત યોગશિબિર યોજાઈ
આયુષ મંત્રાલય-દિલ્હી અને INO દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ના ભાગરૂપે વહેલી સવારે ઉધના સ્થિત અટલ બિહારી ગાર્ડન ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ અને ‘યોગ શિબિર (યોગ સંગમ)’ યોજાઈ હતી. જેમાં INO- ગુજરાતના જનરલ સેક્રેટરી વિજયકુમાર શેઠ અને જિલ્લા કોઓર્ડિનેટર ડૉ.પારૂલ પટેલે યોગ પ્રોટોકોલ તાલીમ આપી હતી. યોગના પ્રચાર સાથે સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે લોકજાગૃતિ વધે તેવા આશયથી આયોજિત યોગ શિબિરમાં ૨૦૦થી વધુ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.