સુનિલ ભારતી મિત્તલને બાથ યુનિવર્સિટી દ્વારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડોક્ટરેટ (ઓનરિસ કૌસા) ની પદવી એનાયત કરવામાં આવી.

સુનિલ ભારતી મિત્તલને બાથ યુનિવર્સિટી દ્વારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડોક્ટરેટ (ઓનરિસ કૌસા) ની પદવી એનાયત કરવામાં આવી.
બાથ, યુકે, [18 જુલાઈ, 2025] – ભારતી એન્ટરપ્રાઇઝિસને તેના સ્થાપક અને ચેરમેન શ્રી સુનિલ ભારતી મિત્તલને યુનાઇટેડ કિંગડમ (યુકે) ની બાથ યુનિવર્સિટી દ્વારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવાની જાહેરાત કરતા આનંદ થઇ રહ્યો છે. આ સન્માન, શ્રી મિત્તલના વૈશ્વિક વ્યવસાય, ઉદ્યોગસાહસિકતા અને પરોપકારમાં યોગદાનને માન્યતા આપવા માટે ઐતિહાસિક બાથ એબી ખાતે યોજાયેલા યુનિવર્સિટીના સમર ગ્રેજ્યુએશન સમારોહમાં આપવામાં આવ્યું હતું.
શ્રી મિત્તલ ભારતીય ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના પ્રણેતા છે અને તેઓએ વિશ્વની અગ્રણી ટેલિકોમ કંપની, એટલે કે ભારતી એરટેલ દ્વારા ગ્લોબલ કમ્યુનિકેશનના ક્ષેત્રને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓએ ટેલિકોમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને નાણાકીય સેવાઓ અને સ્પેસ કમ્યુનિકેશન સુધીના વિવિધ ઉદ્યોગોમાં નેતૃત્વ કર્યું છે, તેમજ શિક્ષણમાં સુસંગતતા, નવીનતા અને વૈશ્વિક મહત્વાકાંક્ષા સુધી સમાનતા સુનિશ્ચિત કરવા માટે તેઓ સતત સમર્પિત રહ્યા છે.
આ પ્રસંગે બોલતા, યુનિવર્સિટી ઓફ બાથના વાઇસ ચાન્સેલર અને પ્રેસિડેન્ટ પ્રોફેસર ફિલ ટેલરે જણાવ્યું હતું કે, “અમને શ્રી સુનિલ ભારતી મિત્તલનું ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને સમાજ સેવામાં નોંધપાત્ર યોગદાન માટે સન્માન કરતા ખૂબ ગર્વ થઇ રહ્યું છે. તેમણે માત્ર વિશ્વ-અગ્રણી વૈશ્વિક કંપની જ સ્થાપિત નથી કરી, પરંતુ તેમના માનવતાવાદી કાર્યએ શિક્ષણ અને ગ્રામીણ વિકાસ દ્વારા 37 લાખથી વધુ બાળકોના જીવન પર અસર કરી છે. તેઓ અમારા સ્નાતક વિદ્યાર્થીઓને સમાજના કલ્યાણમાં ફાળો આપવાના મહત્વનો શક્તિશાળી સંદેશ આપે છે, અને અમને આશા છે કે આ સંદેશ તેમના ભવિષ્યના કારકિર્દીમાં પ્રેરણારૂપ બનશે. શ્રી મિત્તલનું અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમુદાયમાં સ્વાગત કરતાં અમને આનંદ થઇ રહ્યો છે અને આમ, તેઓ અગાઉ અમારી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસમાંથી સ્નાતક થયા તેમના પુત્ર અને પુત્રી સાથે જોડાશે.”
પ્રભાવશાળી સંશોધન, શિક્ષણમાં શ્રેષ્ઠતા અને વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ અનુભવ માટે જાણીતી યુનિવર્સિટી ઓફ બાથ યુકેની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. યુકેની ટોચની દસ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવેલ અને વૈશ્વિક સ્તરે ટોચના 10% (QS 2026) માં સ્થાન મેળવેલ બાથ યુનિવર્સિટી વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મોખરે છે. તેના સંશોધન અને શિક્ષણના સિદ્ધાંતો વાસ્તવિક દુનિયાની સુસંગતતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર મજબૂત રીતે મૂળ ધરાવે છે.
ડોક્ટરેટની પદવી એનાયત થતાં શ્રી મિત્તલે કહ્યું, “બૌદ્ધિક સ્પષ્ટતા, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને વર્ગખંડની બહારની દુનિયા સાથે જોડાણ માટે પ્રખ્યાત તેવી યુનિવર્સિટી ઓફ બાથ તરફથી આ સન્માન પ્રાપ્ત કરીને મને ગર્વ થઇ રહ્યો છે. આ ક્ષણ ખાસ કરીને મારા પરિવારના યુનિવર્સિટી સાથેના વ્યક્તિગત જોડાણના કારણે મારા માટે વધુ યાદગાર છે. શિક્ષણમાં તકોના દરવાજા ખોલવાની, સમુદાયોના ઉત્થાન અને રાષ્ટ્રોને આકાર આપવાની શક્તિ હંમેશા મારા માટે વિશ્વાસનો વિષય રહી છે. ઉદ્યોગ અને શિક્ષણ બંનેમાં ઝડપથી આગળ વધી રહેલા ભારત-યુકે પાસે ઉપલબ્ધ પ્રતિભા અને કૌશલ્યનો અસાધારણ ખજાનાથી, તેમના સહયોગમાં મારા યોગદાનમાં હું દ્રઢપણે સમર્પિત છું.”
યુનિવર્સિટી ઓફ બાથ તરફથી આ સન્માન શ્રી મિત્તલનું નવમું માનદ ડોક્ટરેટ છે અને યુકેની સંસ્થા તરફથી તેમનું ત્રીજું માનદ ડોક્ટરેટ છે. તેમને અગાઉ 2009 માં લીડ્સ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લો (ઓનરિસ કૌસા) અને 2012 માં ન્યુકેસલ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ સિવિલ લો (ઓનરિસ કૌસા) ની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી.
વર્ષોથી, શ્રી મિત્તલ બંને દેશોની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયા છે, જે સમાન વૈશ્વિક પ્રગતિને આકાર આપવા માટે શિક્ષણની ભૂમિકામાં તેમનો વિશ્વાસ દર્શાવે છે.
તેઓ અગાઉ લંડન બિઝનેસ સ્કૂલના ગવર્નિંગ બોડીમાં સેવા આપી ચૂક્યા છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેમ્બ્રિજ ઇન્ડિયા પાર્ટનરશિપ એડવાઇઝરી બોર્ડના સભ્ય હતા. શ્રી મિત્તલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વાઇસ-ચાન્સેલરના સર્કલ ઓફ એડવાઇઝર્સમાં અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં ઇન્ડિયા એડવાઇઝરી ગ્રુપના સભ્ય તરીકે તેમની ભૂમિકા દ્વારા શૈક્ષણિક સહયોગને સમર્થન આપવાનું ચાલુ રાખે છે.