100થી વધુ એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા ડુમસના દરિયાકાંઠે સફાઈ અભિયાન યોજાયું

100થી વધુ એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા ડુમસના દરિયાકાંઠે સફાઈ અભિયાન યોજાયું
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સુરત શહેરના તમામ નાગરિકો દ્વારા ખુબ જ સારૂ પ્રોત્સાહન મળ્યું છે અને આગળ પણ મળતુ જ રહેશે. તેથી આપનું સુરત સ્વચ્છતામાં ખૂબ જ અવ્વલ નંબર પર રહ્યું છે. આજ ક્રમાંક પર સુરત હંમેશા રહે તે માટે આપણે સૌએ મળીને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ કેળવવી જોઈએ. એ જ હેતુને ધ્યાનમાં રાખીને વેલેસિટી એન્જીનીયરીંગ ક્લાસ દ્વારા ડુમસ બીચ પર બીચ ક્લનીનંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ ૧૦૦ કરતા વઘારે એન્જિનિરીંગ વિદ્યાર્થીઓ દ્વારા બીચને સ્વચ્છ કરવામાં આવ્યો હતો.
આ સફાઈ અભિયાનથી આપણે એવી દ્વારા એવી શીખ મળે છે કે એવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ જે દરિયામાં જાય છે અથવા આપણી માતૃપ્રકૃતિમાં જાય છે કે જેને અલગ કરવી અને નિકાલ કરવું મુશ્કેલ છે. તે છે શેમ્પૂના નાના પાઉચ (1 રૂ. – 2 રૂ.વાળા) અને કેટલાક ચ્યુ-ગમ અને ચોકલેટ રેપર. એક એન્જીનિયર – વ્યક્તિ તરીકે આપણે દરેક કાર્યમાં કે અભિયાનમાં કે ફરજમાં હંમેશા એક અસાધારણ વસ્તુ આપવી પડે છે. તો આજથી જ આપણે શેમ્પૂના પાઉચ અને ચ્યુ-ગમ રેપર અને ચોકલેટ રેપરથી બચવા માટે તેનો ઉપયોગ ટાળવાનો એક સંકલ્પ લેવો પડશે, તેના બદલે આપણે મોટી બોટલ કે જેનો ફરીથી ઉપયોગ પણ કરી શકાય તેવી વસ્તુ ખરીદવી જોઈએ.