ઓટોમોબાઇલ્સ

ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 પ્રી- ઓર્ડર્સે S25 સિરીઝ સાથે બરાબરી કરીઃ ભારતમાં ફ્લેગશિપ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું

ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 પ્રી- ઓર્ડર્સે S25 સિરીઝ સાથે બરાબરી કરીઃ ભારતમાં ફ્લેગશિપ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું
સેમસંગના સેવંથ જનરેશન ફોલ્ડેબલ્સ માટે પ્રી-ઓર્ડરે નવી ઊંચાઈ સ્થાપિત કરીને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ મુખ્ય પ્રવાહમાં છે અને અસાધારણ ગ્રાહક રોમાંચનો સંકેત આપ્યો.
ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FEએ ભારતમાં 9 જુલાઈના રોજ તેમના લોન્ચથી પ્રથમ 48 કલાકમાં 2,10,000 પ્રી-ઓર્ડર સંરક્ષિત કર્યા.
ગુરુગ્રામ- 18મી જુલાઈ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના તાજેતરમાં લોન્ચ કરાયેલા ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 અને ગેલેક્સી Z ફ્લિપ FE સ્માર્ટફોન્સે વિક્રમી પ્રી-ઓર્ડર્સ પ્રાપ્ત કરીને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની બ્રાન્ડની સેવંથ જનરેશન માટે ભારે ગ્રાહક માગણી અને રોમાંચનો સંકેત આપ્યો હતો. ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 FEએ આ વર્ષે અગાઉ ગેલેક્સી S25 સિરીઝને પ્રાપ્ત પ્રી-ઓર્ડરની લગભગ બરાબરી કરતાં અને અગાઉના વિક્રમો તોડતાં પ્રથમ 48 કલાકમાં 2,10,000 પ્રી-ઓર્ડર પ્રાપ્ત કર્યા છે.
“અમારા ‘મેડ ઈન ઈન્ડિયા’ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે વિક્રમી પ્રી-ઓર્ડર્સ યુવા ભારતીય ગ્રાહકો નવીનતમ ટેકનોલોજીઓ ઝડપથી અપનાવી રહ્યા છે તે અમારી માન્યતા પર ફરી એક વાર ભાર આપે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 અમારો આજ સુધીનો સૌથી આધુનિક સ્માર્ટફોન અનુભવ કરાવે છે, જેમાં શક્તિશાળી, રોમાંચક, ઈન્ટેલિજન્ટ અને પોર્ટેબલ આ બધું જ એકમાં છે. ગેલેક્સી Z ફ્લિપ 7 યુઝર્સને એડપ્ટ, ધારે અને સશક્ત બનાવીને દુનિયા સાથે સહભાગી થવાની વધુ સ્માર્ટ, વધુ જ્ઞાનાકાર રીત ઉજાગર કરે છે. નવા One UI 8 અને એન્ડ્રોઈડ 16 રાઈટ આઉટ ઓફ ધ બોક્સ સાથે સમૃદ્ધ નવાં ડિવાઈસીસ ખરા અર્થમાં મલ્ટીમોડલ AI અનુભવો પ્રદાન કરે છે. નવાં ડિવાઈસીસની સફળતા અમારા વિશાળ લક્ષ્ય માટે પાયાનો પથ્થર છે, જે ભારતમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન્સને મુખ્ય પ્રવાહમાં લાવે છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ બી પાર્કે જણાવ્યું હતું.

ગેલેક્સી Z ફોલ્ડ 7 રોજબરોજના ઈન્ટરએકશન્સને નવી ઊંચાઈએ લઈ જવા માટે અચૂક એન્જિનિયરિંગ અને શક્તિશાળી ઈન્ટેલિજન્સનું સહજ રીતે સંમિશ્રણ કરે છે, જે બધું જ તેની આજ સુધીની સૌથી પાતળી અને હલકી ડિઝાઈનમાં સમાવેશ કરાયું છે. ફક્ત 215 ગ્રામ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી S25 અલ્ટ્રા કરતાં પણ હલકા છે. તેને ઘડી કરાય ત્યારે ફક્ત 8.9 mm જાડાઈ અને ફરી ખોલવામાં આવે ત્યારે 4.2 mm જાડાઈ છે. તે ખોલવામાં આવે ત્યારે વધુ વિશાળ, વધુ રોમાંચક ડિસ્પ્લે સાથે કાર્યક્ષમતા અને ઉત્પાદકતાની નવી સપાટીઓ ઉજાગર કરીને અલ્ટ્રા સ્માર્ટફોનનો પ્રીમિયમ પરફોર્મન્સ અને અનુભવ પ્રદાન કરે છે.

ગેલેક્સી Z ફ્લિપ 7 મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે કોમ્પેક્ટ AI ફોન છે, જે નવા ફ્લેક્સવિંડો દ્વારા પાવર્ડ છે. ખિસ્સામાં સહજ રીતે સરકાર જાય તેના નાના છતાં સૌથી હાથવગી સહાય પ્રદાન કરવા માટે પૂરતા શક્તિશાળી છે. તે નવા એજ-ટુ-એજ ફલેક્સવિંડો સાથે ગેલેક્સી AIને મેલ્ડ કરે છે, જે ફ્લેગશિપ લેવલ કેમેરા છે અને અત્યંત કોમ્પેક્ટ અને આઈકોનિક ડિઝાઈન સાથે આવે છે. જ્ઞાનાકાર વોઈસ AIથી ઉત્તમ સેલ્ફી ક્ષમતાઓ સુધી ગેલેક્સી Z ફ્લિપ 7 સહજ ઈન્ટરએકશન અને રોજબરોજની વિશ્વસનીયતા માટે નિર્મિત ઈન્ટેલિજન્ટ પોકેટ- આકારના સાથી બની જાય છે. ફક્ત 188 ગ્રામ સાથે અને ફોલ્ડ કરાય ત્યારે ફક્ત 13.7mm માપ સાથે ગેલેક્સી Z ફ્લિપ 7 આજ સુધીના સૌથી સ્લિમ ગેલેક્સી Z ફલિપ છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 બ્લુ શેડો, સિલ્વર શેડો અને જેટ બ્લેક જેવા અદભુત રંગોમાં ઉપલબ્ધ છે, જ્યારે ગેલેક્સી Z ફ્લિપ 7 બ્લુ શેડો, જેટ બ્લેક અને કોરલ રેડમાં આવે છે. ગેલેક્સી Z ફ્લિપ 7 FE બ્લેક અને વ્હાઈટ રંગોમાં આવે છે. ઉપરાંત ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 Samsung.com થકી ખરીદી કરનારા ગ્રાહકોને પસંદગી માટે વધારાનો રંગ મિંટ પણ મળી શકે છે.
બંને ડિવાઈસીસમાં મલ્ટીમોડલ AI ક્ષમતાઓ છે, જે ઉત્પાદકતા વધારવા માટે ગેલેક્સી Z ફોલ્ડ 7ના વ્યાપક ફોલ્ડેબલ ડિસ્પ્લેના લાભ મહત્તમ બનાવતા અનુભવો પ્રદાન કરે છે. અસલ મલ્ટીમોડલ એજન્ટ તરીકે ઘડવામાં આવેલું One UI 8 ઈન્ટેલિજન્ટ ટૂલ્સ સાથે લાર્જ- સ્ક્રીન મલ્ટીટાસ્કિંગને આસાનીથી જોડે છે, જે ઉપભોક્તા શું ટાઈપ કરે, કહે અને જુએ તે સમજે છે. ગૂગલના જેમિની લાઈવને આબારે ઉપભોક્તાઓ AI આસિસ્ટન્ટ સાથે બોલતી વખતે અસલ સમયમાં તેમનું સ્ક્રીન શૅર કરી શકે છે, જે દ્રષ્ટિગોચર શું છે તેને આધારે કોન્ટેક્ચ્યુઅલ વિનંતીઓ અભિમુખ બનાવે છે. ઉપરાંત One UI 8 નવા નોક્સ એન્હાન્સ્ડ એન્ક્રિપ્ટેડ પ્રોટેકશન (કીપ) સાથે પર્સનલાઈઝ્ડ AI અનુભવો માટે ગોપનીયતા બહેતર બનાવે છે. કીપ ડિવાઈસની સંરક્ષિત સંગ્રહની જગ્યામાં એન્ક્રિપ્ટેડ, એપ- વિશિષ્ટ સ્ટોરેજ વાતાવરણ નિર્માણ કરે છે, જે દરેક એપ તેની પોતાની જ સંવેદનશીલ માહિતીને પહોંચ આપે અને અન્યની નહીં તેની ખાતરી રાખે છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 પર મેઈન ડિસ્પ્લે અગાઉની જનરેશન કરતાં 11% મોટું છે. ઈંચ ડાયનેમિક AMOLED 2X મેઈન ડિસ્પ્લે અત્યંત સમૃદ્ધ કોન્ટ્રાસ્ટ, અસલી બ્લેક્સ અને સ્વર્ણિમ બારીકાઈ પ્રદાન કરે છે, જે રોજબરોજના પોપ બનાવે છે. તેમાં વિઝન બૂસ્ટર અને પીક બ્રાઈટનેસના 2,600 nits પણ ધરાવે છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 પર આર્મર ફ્લેક્સહિંજ પાતળી અને હલકી છે, જે બહેતર વોટર ડ્રોપલેટ ડિઝાઈન અને દ્રષ્ટિગોચર ક્રીઝિંગ ઓછી કરતા નવા અમલ કરાયેલા મલ્ટી- રેલ માળખાથી બહેતર બનાવાયું છે તેને આભારી છે. કવર ડિસ્પ્લે કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ સેરામિક 2થી બનાવવામાં આવ્યું છે, જે નવું ગ્લાસ સેરામિક તેના ગ્લાસ મેટ્રિક્સમાં બારીકાઈથી મઢવામાં આવેલા ક્રિસ્ટલ્સ ધરાવે છે. ફ્રેમ અને હિંજ હાઉસિંગમાં આધુનિક આર્મર એલ્યુમિનિયમ શક્તિ અને સખતપણું 10%થી વધારે છે. મુખ્ય ડિસ્પ્લે પાતળું અને હલકું છતાં મજબૂત તરીકે રિક્સ્ટ્રક્ચર કરાયું છે. તે ટાઈટેનિયમ પ્લેટ લેયરનો અમલ કરીને હાંસલ કરાયું છે. ઉપરાંત અલ્ટ્રા- થિમ ગ્લાસ (યુટીજી) 50% વધુ ઘટ્ટ બનાવાયું છે, જેથી ડિસ્પ્લે વધુ મજબૂત છે.
ગેલેક્સી માટે સ્નેપડ્રેગન 8 ઈલાઈટ દ્વારા પાવર્ડ ગેલેક્સી Z ફોલ્ડ 7 અગાઉની જનરેશન્સની તુલનામાં NPUમાં 41%, CPUમાં 38% અને GPUમાં 26%ની અદભુત પરફોર્મન્સ વૃદ્ધિ પ્રદાન કરે છે.

આથી ગેલેક્સી Z ફોલ્ડ 7 બાંધછોડ વિના ડિવાઈસ પર વધુ AI અનુભવોની પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. ઉપરાંત ગેલેક્સી AI સિરીઝમાં પ્રથમ 200MP વાઈડ- એન્ગલ કેમેરા સાથે તે 4x વધુ વિગતો મઢીને એવી ઈમેજીસ નિર્માણ કરે છે જે 44% વધુ બ્રાઈટ હોય છે. સેમસંગનું નેક્સ્ટ- જનરેશન પ્રોવિઝ્યુઅલ એન્જિન ઈમેજીસને ઝડપથી પ્રક્રિયા કરે છે.

ગેલેક્સી Z ફ્લિપ 7 અદભુત ફ્લેક્સવિંડો ડિસ્પ્લે સાથે આવે છે, જે મહત્ત્ત્વપૂર્ણ ફ્રન્ટ અને સેન્ટર લાવે છે અને તેને મેસેજીસ ઝડપથી ટાઈપ કરવાનું આસાન બનાવે છે. 4.1 ઈંચ સુપર AMOLED ફ્લેકવિંડે એજ-ટુ-એજ યુઝેબિલિટી સાથે ગેલેક્સી Z ફ્લિપ 7 પર સૌથી વિશાળ છે, જે ઉપભોક્તાઓને કવર સ્ક્રીન પર વધુ જોવા અને કરવા અભિમુખ બનાવે છે. 2,600 nits પીક બ્રાઈટનેસ સાથે ફ્લેકસવિંડો વિઝન બૂસ્ટર સાથે અપગ્રેડ મેળવે છે, જે આઉટડોર વિઝિબિલિટી બહેતર બનાવીને ઉપભોક્તાઓ જ્યાં પણ ત્યાં કનેક્ટેડ રહી શકે છે. મુખ્ય ડિસ્પ્લે 6.9 ઈંચ ડાયનેમિક AMOLED 2X છે, જે અત્યંત સહજ, રોમાંચક અનુભવ માટે નિર્માણ કરાયું છે.

ગેલેક્સી Z ફ્લિપ 7નું કવર અને બેક કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® 2 દ્વારા પાવર્ડ છે. આર્મર ફ્લેક્સહિંજ અગાઉની જનરેશન પર હિંજ કરતાં પાતળું છે અને તેમાં વધુ આસાન ફોલ્ડ અને દીર્ઘ ટકાઉપણા માટે રિસ્ટ્રક્ચર્ડ ડિઝાઈન અને ઉચ્ચ શક્તિશાળી મટીરિયલ્સ છે. મજબૂત આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ સ્થિતિસ્થાપકતા માટે મજબૂત એક્સટીરિયર પૂરું પાડે છે. 4,300mAh બેટરી ગેલેક્સી Z ફ્લિપ પર આજ સુધીની સૌથી વિશાળ છે, જે એક ચાર્જ પર 31 કલાક સુધી વિડિયો પ્લે ટાઈમ પ્રદાન કરે છે.

ગેલેક્સી Z ફ્લિપ 7 FEમાં આકર્ષક વ્યુઈંગ અનુભવ માટે 6.7 ઈંચ મેઈન ડિસ્પ્લે છે. 50MP ફ્લેક્સકેમ ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફીઓ અને ફ્લેક્સ મોડમાં વિડિયો અભિમુખ બનાવીને ડિવાઈસ ખોલ્યા વિના કન્ટેન્ટ હેન્ડ્સ-ફ્રી મઢી લેવાની સુવિધા આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button