Gaza Israel: ગાઝામાં મસ્જિદો પર ઇઝરાયેલના હુમલા

અત્યાર સુધીમાં 1707 સ્થળોને નિશાન બનાવાયા છે, નકશા-ચિત્રોમાં પહેલા અને હવેની સ્થિતિ જુઓ
ગાઝામાં મસ્જિદો પર ઇઝરાયેલના હુમલા: અત્યાર સુધીમાં 1707 સ્થળોને નિશાન બનાવાયા છે, નકશા-ચિત્રોમાં પહેલા અને હવેની સ્થિતિ જુઓ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. હમાસે 7 ઓક્ટોબરે ગાઝાથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ સાથે તેના લડવૈયાઓએ ઈઝરાયેલના 150થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. ગાઝા પર જવાબી હુમલામાં ઈઝરાયેલે અત્યાર સુધીમાં લગભગ 1,707 સ્થળોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન તેઓએ ઘણી મસ્જિદો પર હુમલા પણ કર્યા હતા.
ઈઝરાયેલે સોમવારે તેની સેનાને સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈઝરાયલે ગાઝાની અનેક મસ્જિદો પર પણ હુમલો કર્યો છે. આમાંની ચાર મસ્જિદો શાતી શરણાર્થી શિબિરમાં હતી, જે પહેલેથી જ ગાઝા પટ્ટીના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંની એક છે.
ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે ગાઝામાં રહેણાંક વિસ્તારોમાં હમાસના અડ્ડા છે. તે અહીંથી ઓપરેટ કરે છે. ઈઝરાયલના કહેવા પ્રમાણે, આમાં એક મસ્જિદ પણ સામેલ છે જેના પર તેણે હુમલો કર્યો છે.