આરોગ્ય
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાનગી તેમજ મેડીકલ કોલેજોના બાળરોગ નિષ્ણાંત તબીબો માટેનો વર્કશોપ યોજાયો

સુરત:શનિવાર: સુરત જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના ખાનગી તેમજ મેડીકલ કોલેજ બાળરોગ નિષ્ણાંત તબીબો માટેનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં મેડિકલ કોલેજ સિવિલના બાળરોગ વિભાગના આસિ.પ્રોફેસર ડો. પીનાકીન દ્વારા વાયરલ એનકેફેલાયટીસ (ચાંદીપુરા વાયરસ),ચેપી રોગો અને વેકસીન પરિવેન્ટબલ ડિસીઝ વિશે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
તેમજ ડો. કૌશિક મહેતાએ બાળ રોગ નિષ્ણાંત તબીબોને સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સહભાગી થવા અપીલ કરી હતી.
વર્કશોપમાં ઈપીડેમોનોલોજીસ્ટ ડો. પરેશ સુરતી, સિવિલના બાળ રોગ વિભાગના એચઓડી ડો. જિગીસા સહિત બાળ રોગ નિષ્ણાંત તબીબો હાજર રહ્યા હતા