ક્રાઇમ
પોલીસ ને ચલમો આપતો આરખે 23 વર્ષે ઝડપાયો
પોલીસ ને ચલમો આપતો આરખે 23 વર્ષે ઝડપાયો
પાંડેસરામાં માં વર્ષ 2001માં નવા કપડા લઈને ભાગી ગયેલ યુવકની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને PCB એ ઓડિશાથી ઝડપી પાડયો, પોલીસ પકડવા આવે તો જંગલમાં ભાગી જતો, પોલીસે વેસ પલટો કરી આરોપીને ઉલ્લુ બનાવી આખરે ઝડપી પાડયો
સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપીને 23 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી છે. વર્ષ 2001માં પાંડેસરામાં આરોપીએ ખરીદેલા નવા કપડાં યુવક લઇને ભાગી જતા તેને પકડી હત્યા કરી દેવાઈ હતી.જે બાદ હત્યા કરનાર આરોપી વતન ઓડિશા ભાગી ગયો હતો.ત્યારે હત્યારાને સુરત પીસીબી પોલીસે 23 વર્ષ બાદ ઓડીશા ખાતેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીને પકડવા પોલીસ જતી ત્યારે તે જંગલ વિસ્તારમાં ભાગી જતા પકડાતો ન હતો. ત્યારે આ વખતે PCB પોલીસની એક ટીમે વેશપલટો કરીને ત્યાની ભૈગોલીક પરિસ્થિતિથી વાકેફ થયા હતા.બાદમાં આરોપીને જ ચકમો આપી આખરે ઝડપી પાડ્યો હતો.
હત્યાનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2001માં પ્રતાપ ઉર્ફે શંકરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.અને તે 23 વર્ષથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.ત્યારે સુરત પીસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ઓડીશા ખાતે ફરી રહ્યો છે. મળેલ બાતમીની માહિતીના આધારે આરોપીને પકડવા માટે ત્રણ પોલીસના કોન્સ્ટેબલ ASI સહદેવ ,HC અશોક અને ASI જનાર્દન સાથેની ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ ઓડીશા ખાતે ગયી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવીને ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સોડક ગામ ખાતેથી આરોપી સીમાંચલ લાડુ ઉર્ફે નડુ ડાકવાની ધરપકડ કરી હતી.
નવા કપડા લઈને ભાગી જતા હત્યા કરી દેવાઈ
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી પોતે વર્ષ ૨૦૦૧ની સાલમાં પાંડેસરા પુનીત નગરમાં ભાડાની રૂમમાં રહેતો હતો. ત્યારે તેની પડોશમાં રહેતા પોતાના વતન ગામ તરફના શિવરામ દલાઈના પુત્રના નવા કપડા પ્રતાપ ઉર્ફે શંકર લઈને ભાગી ગયો હતો.જેથી તેને શોધવા આરોપી પોતે તથા અન્ય માણસો ગયા હતા અને પ્રતાપ ઉફે શંકર મળી આવતા તેની સાથે ઝઘડો થતા બધાએ ભેગા મળી તેના ઉપર કુહાડી, ચપ્પુ, તલવાર જેવા હથીયારો વડે હુમલો કરી તેનું માથું ધડથી અલગ કરી ખાડીમાં લાશને ફેકી દીધી હતી અને બાદમાં ત્યાંથી ભાગી ગયા હતા અને આરોપી પોતે ત્યાંથી કેરલા, તમિલનાડુ ખાતે ચાલ્યો ગયો હતો અને ત્યાં કડિયાકામની મજુરી કરવા લાગ્યો હતો અને થોડા વર્ષો પછી પોતે વતનગામ ગયો હતો પરંતુ જયારે પણ ગુજરાત પોલીસ તેના ગામ તેની તપાસમાં આવતા પોતે પોલીસ આવે તે પહેલા જ જંગલ વિસ્તારમાં નાસી જતો હતો.
આકરી મહેનત કરી પોલીસે આરોપીએ ઝડપી પાડયો
પોલીસની જાણ થતા જંગલમાં ભાગી જતો
સુરત પીસીબી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ખૂબ જ આકરી મહેનત કર્યા બાદ તે ઝડપાયો છે. આરોપી સીમાંચલ લાડુ ઉર્ફે નડુ ડાકવાની અને તેના મિત્રો હત્યાને અંજામ આપી તેના વતન ઓરિસ્સા ભાગી ગયો હતો. જોકે સીમાચંદનો પકડવા માટે પોલીસને અનેક વખત બાટલી મળી હતી અને તેને પકડવા તેને વતન પણ ગઈ હતી. પરંતુ પોલીસ તેને પકડવા આવ્યું હોવાની જાણ થતા જ તે જંગલના આંતરિયાળ વિસ્તારોમાં ભાગી જતો હતો. જેથી પોલીસ તેને આજ દિન સુધી પકડી શકી ન હતી. અને પોલીસને ચકમો આપી દર વખતે ભાગી જવામાં સફળ થતો હતો.
પોલીસે વેશ પલટો કરી પકડ્યો
જોકે દર વખતે પોલીસને આપનાર પાનેસરાના હત્યાના આરોપીની સુરતના પીસીબી પોલીસના કોન્સ્ટેબલ સહદેવ અને અશોક લાભુભાઈને પોતાના ગામ હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે આધારે આ વખતે આરોપીને ચકમો આપવા અને ઉલ્લુ બનાવવા માટે પોલીસે પ્લાન તૈયાર કરી દીધો હતો. પીસીબી પીઆઇ આરએસ સુવેરાની સુચનાથી પીસીબીના ત્રણ પોલીસ કરમી આરોપીને પકડવા ઓડિશા પહોંચ્યા હતા.જ્યા પીસીબી પોલીસની ટીમે આરોપી વિષે માહિતી મેળવી સતત બે દિવસ સુધી આરોપીના ગામની આસપાસ વેશ પલટો ફર્યા હતા.બે દિવસ તો પોલીસે ત્યાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા. તેમજ આરોપી તેના ગામમાં જ હોવાની ખાતરી કરી હતી જેથી આરોપીને પકડી પાડવા વ્યુરચના ઘડી સ્થાનિક પોલીસની મદદથી આરોપી તેની વાડીમાં કામ કરતો હોવાની માહિતી મળતા જ પોલીસે વેશપલટો કરીને ટ્રેક્ટર ચલાવી આરોપીને ખબર પડે તે પહેલા જ તેની પાસે પહોચી જઈને આરોપીની ધરપકડ કરી હતી.
જીવના જોખમે આરોપીને ઝડપી લાવી
આરોપીને પકડવા ગયા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અહી તો જીવનું જોખમ પણ છે. ત્યારે આ અંગે આર એસ સૂવેરાએ અને કોન્સ્ટેબલ અશોકભાઈ એ જણાવ્યું કે આરોપી સંતરામનું જે ગામનું લોકેશન મળ્યું હતું તે જંગલ વિસ્તાર સમગ્ર નક્સલાઇટ વિસ્તાર હતો. અહીં સ્થાનિક પોલીસ પર પણ અવારનવાર હુમલાઓ નકસલીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી આરોપી દર વખતે જંગલમાં ભાગી જતો હતો જેથી પોલીસ તે જગ્યાએ પકડવા જઈ શકતી ન હતી. જ્યારે અમે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે અમારી પર પણ હુમલો થવાની શક્યતા વધી ગઈ હતી. પોલીસ ગામમાં આવે તેવી જાણ થાય છે તો ગામ આખું ભેગું થઈને પોલસ નો વિરોધ કરે છે. જેથી આરોપીને તેના ખેતરમાંથી પકડીને સ્થાનિક પોલીસે પોતાના પોલીસ મથક પર પણ લઈ જવા નથી દીધો. તેને પકડીને સીધા જ અમે સુરત લઈને આવતા રહ્યા છીએ.