રાજનીતિ
સુરત જન કલ્યાણ અને જન સમસ્યા નિવારણ માટે……….

સુરત જન કલ્યાણ અને જન સમસ્યા નિવારણ માટે વોર્ડ નંબર 6 મ્યુનિસિપલ કોર્પોરેટર સોનલ દેસાઈનું કતારગામ ખાતે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના હસ્તે જન સંપર્ક કાર્યાલય ખુલ્લું મુકાયું
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા સોનલ દેસાઈ મ્યુનિસિપલ કોર્પોરેટર વોર્ડ નંબર 6 કતારગામ નું જન સંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો જેમાં શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ ધારાસભ્ય કાંતિ બલર અને સુરત મહાનગરપાલિકા મેયર હેમાલી બોધાવાલા સાથે કોર્પોરેટરો તેમજ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જન સંપર્ક કાર્યાલય ને વિધિવત રીતે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ દ્વારા ઉદઘાટન કરીને ખુલ્લું તેમજ મેયર હેમાલી બોધાવાલા સહિત ના એ શુભકામનાઓ પાઠવી હતી જન સંપર્ક કાર્યાલયના નગરસેવિકા સોનલ દેસાઈ જણાવ્યું હતું કે નવસાલ બે મિસાલ અંતર્ગત કતારગામ વિસ્તારના મતદાતા ના બાકી હસે તો તે કરવા પ્રયત્ન કરીશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની યોજના દરેકે દરેક લોકો સુધી પહોંચે તે માટે કાર્યાલય થકી તમામ પ્રયાસ હાથ ધરવામાં આવશે