એન્ટરટેઇનમેન્ટ

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું ટ્રેલર લૉન્ચ

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’નું ટ્રેલર લૉન્ચ

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ નો ટ્રેલર આજે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ તેમજ અનેક સીનેપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલર દર્શકોને એક સાથે ગર્વ, વિચાર અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરાવે છે. ટ્રેલર લૉન્ચ પ્રસંગે ફિલ્મના પ્રખ્યાત કલાકાર મુકેશ ખન્ના, સોનુ ચંદ્રપાલ, રાજીવ મહેતા, તેમજ ફિલ્મના દિગ્દર્શક શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રેલરમાં દર્શાવવામાં આવેલું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર જ્યારે આંતરિક વિખંડન, ભ્રષ્ટાચાર અને અધૂરી વિચારસરણીઓ સામે ઊભું રહે છે ત્યારે અસલપણે “વિશ્વગુરુ” બનવા તરફ આગળ વધી શકે છે. શક્તિશાળી સંવાદો, ધારદાર દ્રશ્યો અને સંસ્કૃતિથી ઓતપ્રોત પૃષ્ઠભૂમિ ટ્રેલરને ખૂબ જ અસરકારક બનાવે છે. ખાસ કરીને યુવાનો માટે તે ચેતનાત્મક સંદેશ આપે છે કે રાષ્ટ્રપ્રેમ ફક્ત ભાવના નથી – તે કૃત્ય પણ છે.

ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ સતીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું લેખન કિરીટભાઈ અને અતુલ સોનારનું છે. ફિલ્મને સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.

વિશ્વગુરુમાં અનેક જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં નજરે પડશે જેમાં સામેલ છે: ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મુકેશ ખન્ના, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, સોનુ ચંદ્રપાલ, હિના જયકિશન, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ, જાની ભાવિની, ચેતન દૈયા, સોનાલી લેલે અને કુરૂષ દેબૂ.

ફિલ્મનું સંગીત પણ એટલું જ ઊંડાણ ધરાવતું છે, જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તર્પારાના ના શબ્દો સંગીતપ્રેમીઓને ભાવવિભોર કરી દેશે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવીે. ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે.

ટ્રેલરમાં દર્શાવવામાં આવેલ દ્રશ્યો અને સંવાદો દર્શાવે છે કે ફિલ્મ માત્ર ધાર્મિક અથવા રાજકીય પણ ભાવનાત્મક સ્તરે સામાજિક મૂલ્યો પર પણ પ્રશ્ન ઊભા કરે છે. દરેક પાત્ર પોતાની ઓળખ સાથે આગળ આવે છે, જે દર્શકને વિચાર કરવામાં મજબૂર કરે છે.

દિગ્દર્શક શૈલેષ બોઘાણી એ જણાવ્યું હતું કે, “વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી, એ એવાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જેનાં પાયામાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ છે.”

ટ્રેલર રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. લોકોએ ટીઝરના વિઝ્યુઅલ્સ, પાવરફુલ બેકગ્રાઉન્ડ સ્કોર અને કન્ટેન્ટ માટે પ્રશંસા વ્યક્ત કરી છે. વિશ્વગુરુ ફિલ્મ ખુબજ જલ્દીથી ગુજરાતી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને રાષ્ટ્રપ્રેમી, યુવાનો તથા વિચારશીલ દર્શકો માટે એક ખાસ અનુભવો બની રહેવા જઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button