વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો જુઓ પુરી ન્યુઝ…
સુરતમાં લોખંડના સળીયાથી ઝાડ પરથી બદામ પાડવા જતી 13 વર્ષની કિશોરીનું કરંટ લાગતા મોત, પરિવારમાં શોકનો માહોલ
સુરતમાં કરંટ લાગતા એક 13 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે. ઝાડ પરથી લોખંડના સળીયાથી બદામ પાડવા જતા ઉપરથી પસાર થતી હાઈટેનશન લાઇનને અડી જતા કરંટ લાગ્યો હતો.
પરિવાર નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતું હતું
મળતી માહિતી પ્રમાણે, મૂળ દાહોદનું શ્રમિક પરિવાર 4 મહિના પહેલા મજૂરી કામ અર્થે સુરત આવ્યું હતું. પરતિભાઇ પરિવારના પત્ની અને 6 સંતાનો સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલી ગણેશનગરમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા અને ત્યાં જ રહેતા હતા. તેમની ત્રીજા નંબરની 13 વર્ષીય દીકરી સકીના હતી.
જોરદાર કરંટ લાગત ગંભી રીતે દાઝી ગઈ
ગત 20 જુલાઈના રોજ પરિવાર કામ પર હતું અને સકીના પહેલા માળેથી નજીકમાં જ આવેલા ઝાડ પરથી લોખંડના સળિયા વડે બદામ ઉતરી રહી હતી. દરમિયાન લોખંડનો સળિયો ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનને સ્પર્શી ગયો હતો. જેથી સકીનાને જોરદાર કરંટ લાગ્યો હતો અને ગંભીર રીતે દાઝી ગઈ હતી.
આઠ દિવસ બાદ કિશોરી મોતને ભેટી
ગંભીર રીતે દાઝી ગયેલી સકિનાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેથી તેને સિવિલ દાખલ કરી દેવામાં આવી હતી. કિશોરી 50 જેટલી દાઝી ગઈ હતી અને ગંભીર હાલત હતી. કિશોરી મોત સામે આઠ દિવસ લડી હતી. ત્યારબાદ તેણે દમ તોડી દીધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.