સોની પ્રીમિયર લીગ (SPL-2): SMR Jewels Limited ટીમની વિજયી કૂચ, સતત ત્રણ જીત સાથે સેમીફાઈનલમાં પ્રવેશ
સોની પ્રીમિયર લીગ (SPL-2): SMR Jewels Limited ટીમની વિજયી કૂચ, સતત ત્રણ જીત સાથે સેમીફાઈનલમાં પ્રવેશ
શ્રી રાણીપ સોની સમાજ દ્વારા આયોજિત સોની પ્રીમિયર લીગ ૨૦૨૬ સીઝન – ૨ (SPL-2) નું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સોની સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવો તેમજ સમાજના યુવા વર્ગને મોબાઈલની દુનિયાથી થોડો સમય દૂર રાખી રમતગમત અને સમાજ સાથે જોડવાનો હતો. આ ટુર્નામેન્ટ દ્વારા એકત્ર થયેલ ફંડનો ઉપયોગ શૈક્ષણિક સહાય તેમજ અનાજની કીટના વિતરણ માટે કરવામાં આવે છે.
આ વર્ષે કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો છે, જેમાં SMR Jewels Limited (Drive in CC) ટીમ પણ સામેલ છે. અમારી ટીમે તા. ૦૬/૦૫/૨૦૨૬, બુધવારના રોજ ROKO 11 સામે ૫૪ રનથી ભવ્ય જીત મેળવી હતી. ત્યારબાદ તા. ૦૭/૦૫/૨૦૨૬, ગુરુવારના રોજ Madhav Striker સામે ૬ વિકેટથી જીત મેળવી હતી. તેમજ તા. ૦૮/૦૫/૨૦૨૬, શુક્રવારના રોજ ક્વાર્ટર ફાઈનલમાં JC Soni India ટીમ સામે ૯ વિકેટથી ભવ્ય જીત મેળવી હતી.
આ ત્રણ શાનદાર જીત સાથે અમારી ટીમ ફાઈનલ તરફ આગળ વધી રહી છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન તથા આગામી મેચ માટે હાર્દિક શુભેચ્છાઓ.
SMR Jewels Limited (Drive in CC) ટીમના ઓનર્સ : શ્રી વિરેન્દ્ર સોની, શ્રી આનંદ લવિંગિયા તથા શ્રી સંજય સોની.



