ગૃહ સ્વપ્ન કો.ઓ.હા. સોસાયટી લી. ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

ગૃહ સ્વપ્ન કો.ઓ.હા. સોસાયટી લી. ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન
આજ રોજ ગૃહ સ્વપ્ન કો.ઓ.હા. સોસાયટી લી. ખાતે નાકોડા ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞ નિષ્ણાતો દ્વારા સુગર, કોલેસ્ટ્રોલ જેવા રોગોનું નિદાન કરી યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ હાજર રહીને આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે સોસાયટીના ચેરમેન કુસુમા સોમૈયા, ઉપપ્રમુખ સંજય રાઠોડ, મહામંત્રી નરેશ અંજીરવાલા, ખજાનચી કૈલાશબેન સુખિયાજીવાળા તથા સભ્યો ધર્મજ્ઞ દ્વિવેદી, કુલદીપ રાઠોડ, જયેશ સોનારકાવાળા અને સમાજના અગ્રણી રાપોલુ બચ્ચીરામુલુએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ કેમ્પના ઓર્ગાનાઇઝર ગૌરવભાઈ ઠાકુર હતા.



