દેશ

અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ લંડનમાં દસ લાખ મુલાકાતીઓની ખુશીની ઉજવણી કરી

ભલે પધાર્યા

અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ લંડનમાં દસ લાખ મુલાકાતીઓની ખુશીની ઉજવણી કરી

 

લંડન ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫: વિશ્વ કેવી રીતે વધુ ટકાઉ ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરતી લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે માર્ચ 2024ના અંતમાં ખુલ્લી મુકાયેલી અદાણી ગ્રીન એનર્જી ગેલેરી એક એવોર્ડ વિજેતા નિશુલ્ક ગેલેરીએ અત્યાર સુધીમાં 10 લાખ મુલાકાતીઓનું ભલે પધાર્યાના બોલથી સ્વાગત કર્યું છે.

વર્તમાન સમયમાં આપણી સામેના સૌથી મોટા પડકારો પૈકીના એક આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટે જરૂરી ઝડપી ઊર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનની તપાસને સમર્પિત આ ગેલેરીમાં માનવ કલ્પના અને નવીનતા દ્વારા ઊર્જા પ્રણાલીઓનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કેવી રીતે આકાર પામે છે તે એક સાથે દર્શાવતાસમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓના ધ્યાનાકર્ષક પ્રદર્શનો, મનમોહક ડિજિટલ પ્રદર્શનો અને ખાસ કમિશન્ડ મોડેલો છે. યુકે અને વિદેશની ટેકનોલોજી અને પ્રકલ્પોને પ્રકાશિત કરતી આ ગેલેરીમાં ઓર્કની પર હાઇડ્રોજન પાવરથી લઈને ભારતમાં ટેરાકોટા એર-કૂલિંગ ફેસેડ્સ અને મોરોક્કોમાં સોલાર ફાર્મ સુધીની પ્રસ્તુતિ પરિવારો અને શાળા જૂથો બંનેમાં લોકપ્રિય બની છે. ગેલેરી ખુલ્લી મૂકાયા બાદ ૧0,000 થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાતોના ભાગ રૂપે ગેલેરીનું અન્વેષણ કર્યું છે.

અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે લાખો મનને પ્રેરણા આપતી અને ટકાઉપણું અને નવીનતા વિષે સંવાદ પ્રસ્થાપિત કરતી અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના માધ્યમથી અમે ઉર્જા ક્રાંતિના સાક્ષી બનતા સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમે માનીએ છીએ કે અદાણી ગ્રીન એનર્જી ટકાઉ ભવિષ્ય બોલ્ડ નવીનતા અને સામૂહિક કામકાજના મૂળ ધરાવે છે. હરિયાળી આવતીકાલને આકાર આપવાની સહિયારી પ્રતિબદ્ધતાને આ સીમાચિહ્ન પ્રતિબિંબિત કરે છે અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવામાં શિક્ષણની શક્તિ દર્શાવે છે. તેમણે સાયન્સ મ્યુઝિયમ ગ્રુપને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે સ્વચ્છ, વધુ સ્થિતિસ્થાપક વિશ્વ માટે જિજ્ઞાસાને ઉત્તેજીત કરતી અને ઉકેલોને પોષતી આ ગેલેરીને સહયોગ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ.

સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર સર ઇયાન બ્લેચફોર્ડે જણાવ્યું હતું કે મુલાકાત લેનારાઓમાં જિજ્ઞાસા જગાડવામાં મદદરુપ થતી છે અને વધુ ટકાઉ રીતે ઊર્જા ઉત્પન્ન કરવા અને ઉપયોગ કરવાની જરૂરિયાત વિશે સંવાદ શરૂ કરતી આ અનોખી ગેલેરીમાં લાખો મુલાકાતીઓનું સ્વાગત કરવાનો અમને અતિ આનંદ છે. ગેલેરીની એવોર્ડ વિજેતા ડિઝાઇન અને પ્રદર્શનમાં રહેલી નોંધપાત્ર વસ્તુઓ પાછળની કથાઓનો આ પ્રભાવશાળી સીમાચિહ્ન હાંસલ કરવું એ પુરાવો છે. જેણે આ ગેલેરીને શક્ય બનાવી એવા અદાણી ગ્રીન એનર્જીનો આ ઉદાર પ્રાયોજકતા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

ઉર્જા ક્રાંતિ: ’અનનોન વર્ક્સ’ દ્વારા અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના આર્કિટેક્ટ અને સ્ટુડિયોની ડિઝાઇન કરવામાં આવી હતી. તાજેતરમાં ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન માટે તેના ટકાઉ અભિગમ માટે આર્કિટેક્ટ્સ જર્નલ તરફથી રેટ્રોફિટ અને રીયુઝ એવોર્ડથી નવાજવામાં આવી હતી. એવોર્ડ વિજેતા ડિઝાઇનના ભાગ રૂપે મ્યુઝિયમના જૂની વસ્તુઓના સ્ટોરમાંથી ૨00 થી વધુ બિનજરૂરી ધાતુના છજાઓનો ઉપયોગ આ ગેલેરીમાં વસ્તુઓ પ્રદર્શિત કરવા કરવામાં આવ્યો છે. સરળતાથી રિસાયકલ કરી શકાય એ હેતુથી શક્ય હોય ત્યાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીને પ્રકાશિત કરવા માટે ઊર્જા-કાર્યક્ષમ LED નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે ગેલેરીના નિર્માણ અને સતત કામગીરીમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી રહી છે.

કાલ્પનિક લેન્સ દ્વારા ગેલેરી ત્રણ વિભાગોમાં આ સદીના નિર્ણાયક પડકારની તપાસ કરે છે. ફ્યુચર પ્લેનેટમાં, મુલાકાતીઓ યુકે મેટ ઓફિસ સાથે વિકસિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શન દ્વારા તપાસ કરી શકે છે કે આબોહવા વૈજ્ઞાનિકો આપણા ગ્રહને સમજવા માટે ગણિત અને જટિલ કમ્પ્યુટર-આધારિત મોડેલોનો ઉપયોગ કેવી રીતે કરે છે, અને તે આપણને આબોહવાની ભવિષ્યની ઘટમાળ વિશે શું કહે છે. આ પ્રદર્શનમાં સમુદ્રમાં, જમીન પર, હવામાં અને અવકાશમાંથી પણ આબોહવાનું અવલોકન અને તેના માપન માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો પણ છે. આમાં ચાર્લ્સ ડેવિડ કીલિંગની મૂળ ડિઝાઇન પર આધારિત વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે ઉપયોગમાં લેવાતો એર-સેમ્પલિંગ ફ્લાસ્ક અને અવકાશમાંથી સમુદ્ર સપાટીના તાપમાનનું ચોક્કસ અવલોકન કરતા ઉપગ્રહ-આધારિત વૈજ્ઞાનિક સાધન શામેલ છે.

ફ્યુચર એનર્જી અંતર્ગત આજે ઊર્જા કેવી રીતે પૂરી પાડવામાં આવે છે અને ઉપયોગમાં લેવાય છે તેવી મહત્વપૂર્ણ ઓછા કાર્બનની તકનીકોનો પુનર્વિચાર થઇ રહ્યો છે એ વિગતો ઐતિહાસિક કલાકૃતિઓ સાથે પ્રદર્શિત કરવામાં આવી છે. અશ્મિભૂત ઇંધણથી દૂર ઊર્જા સંક્રમણનું લાંબુ ચિત્ર પ્રદાન કરે છે. પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્સી, ૧૮૯૭માં લંડનવાસીઓ દ્વારા વખાણવામાં આવેલ ભવ્ય કાળી અને પીળી બર્સી કેબ અને વિશ્વના પ્રથમ જાહેર વીજળી નેટવર્ક માટે બનાવેલા કેબલ મુલાકાતીઓ જોઈ શકે છે, જે ૧૮૮૨માં લંડનમાં સ્થાપિત થયુ હતું જેણે આપણી જીવનશૈલીને બદલી નાખી હતી. પ્રદર્શનમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે વિશાળ સૌર ખેતરોમાં ઉપયોગમાં લેવાતો પાંચ-મીટર-ઊંચો પેરાબોલિક સોલાર ટ્રફ મિરર અને ૨૦૧૬માં ઓર્કની નજીક ઉપયોગમાં લેવાતો એક વિશાળ સાત-મીટર-લાંબો પ્રોટોટાઇપ ટાઇડલ ટર્બાઇન બ્લેડ છે જે એક હજાર ઘરોને વીજળી આપવા માટે પૂરતી વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ઝીરો એનર્જી થર્મોન્યુક્લિયર એસેમ્બલીનો એક વિશાળ ચતુર્થાંશ પણ પ્રથમ વખત પ્રદર્શનમાં છે. આ ન્યુક્લિયર ફ્યુઝન પ્રયોગ ૧૯૫૦ ના દાયકાના અંતમાં બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમણે ન્યુક્લિયર ફ્યુઝનને કારણે વિપુલ પ્રમાણમાં ઉર્જાથી ભરેલી દુનિયાની કલ્પના કરી હતી. મુલાકાતીઓ રોલ્સ-રોયસ SMR દ્વારા બનાવેલા નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટરના મોડેલનું પણ પરીક્ષણ કરી શકે છે, જે ભવિષ્યમાં આપણા ઘરોને વધુ વીજળી આપી શકે છે, સાથે યુકેના અણું કચરાનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસ્તવિક (પરંતુ બિન-કિરણોત્સર્ગી) કેનિસ્ટરનો પણ ભાગ છે. એક નવી દુનિયાની રાહ જોતા આપણા ભવિષ્યમાં બાળકોના સર્જનાત્મક વિચારો દર્શાવવામાં આવશે કે વિશ્વ તેની ભાવિ ઉર્જા જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરશે અને તેમના પર નિષ્ણાતોના પ્રતિભાવો પણ પ્રદર્શિત કરવામાં આવશે. અહીં મુલાકાતીઓ વાર્ષિક ધોરણે અપડેટ થતાં એક ડીકાર્બોનાઇઝેશન ટ્રેકર જોઈ શકે છે જે દર્શાવે છે કે યુકે તેની ઓછી કાર્બનસફરમાં કેવું પ્રદર્શન કરી રહ્યું છે.

ગેલેરીના કેન્દ્રમાં, વિજ્ઞાન અને કલાને એક કરતી, એક આર્ટ કમિશન ઓન્લી બ્રેથ છે, એક ગતિશીલ ફરતું અને ખિલતું શિલ્પ છે તે ફરકાવવામાં આવે છે ત્યારે લગભગ પાંચ મીટર વ્યાસ સુધી ફેલાય છે. ટોરસ ટોરસ સ્ટુડિયોના કલાકારો એલેક્ઝાન્ડ્રા કાર અને કોલિન રેની દ્વારા આ શિલ્પ પુનઃઉપયોગી આયનાઓ, રિસાયકલ સ્ટેનલેસ સ્ટીલ અને પવન ફૂંકતા લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. તકનીકી પરિવર્તનને પ્રેરણા આપવા માટે તે પ્રકૃતિની શક્તિ દર્શાવે છે.

વિશ્વની અગ્રણી નવીનીકરણીય ઉર્જા કંપનીઓમાંની એક અદાણી ગ્રીન એનર્જી દ્વારા અદાણી ગ્રીન એનર્જી ગેલેરીને ઉદાર સહયોગ આપવામાં આવે છે. નિશૂલ્ક પ્રવેશ આપતી આ ગેલેરી ૨૪ માર્ચ ૨૦૨૪ના દિવસે વેસ્ટ હોલમાં લેવલ ૨ પર સાયન્સ મ્યુઝિયમ ખાતે ખુલ્લી મૂકવામાં આવી હતી.

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક:દુષ્યંત જોષી : dushyant.joshi1@adani.com; Asha.Bajpai@adani.com

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button