વ્યાપાર

અદાણી જૂથે અમેરિકામાં લાંચના આરોપો પાયાવિહોણા ગણાવી ફગાવ્યા

અદાણી જૂથે અમેરિકામાં લાંચના આરોપો પાયાવિહોણા ગણાવી ફગાવ્યા

ડોનાલ્ડ ટ્રંપની ન્યાયાધીશોની પુનઃસ્થાપના અંગે નિંદાત્મક પોસ્ટ
અદાણી ગ્રુપે અમેરિકામાં લાંચના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. અદાણી જૂથ દ્વારા જારી પ્રેસનોટમાં યુએસ એટર્ની ઓફિસના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના આરોપોને માત્ર આરોપો અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓ નિર્દોષ હોવાનું માનવામાં આવે છે. અદાણી ગ્રુપ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.

દરમિયાન નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ન્યાયાધીશોની પુનઃસ્થાપના અંગે નિંદાત્મક પોસ્ટ લખી છે. તેમણે કહ્યું છે કે “ડેમોક્રેટ્સ કટ્ટરપંથી ડાબેરી ન્યાયાધીશોથી કોર્ટ ભરવા માંગે છે. રિપબ્લિકન સેનેટરોએ તેની સામે પગલાં લેવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે સત્તા પરિવર્તન પહેલાં કોઈ નવા જજ ખુરશી પર બેસે નહીં”. ટ્રમ્પ કેબિનેટમાં સામેલ થવા જઈ રહેલા ઈલોન મસ્કે પણ આ મામલાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો છે.

બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી JPC તપાસની માંગના જવાબમાં ભાજપના અમિત માલવિયાએ X પર પોસ્ટમાં લખ્યું છે કે “કોંગ્રેસ ફરી એકવાર ભારત વિરોધી જ્યોર્જ સોરોસના હાથની કઠપૂતળી બની રહી છે. કોંગ્રેસે કાયદાને પોતાની રીતે ચાલવા દેવો જોઈએ, જ્યાં સુધી આરોપો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ ગણવામાં આવે છે”.
માલવિયાએ અદાણી જૂથ પરના આ આરોપોના ટાઈમીંગ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સંસદ સત્ર પહેલા આવા આરોપો થવા અને ટ્રમ્પનું સત્તામાં આવવું ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આ મામલે જણાવ્યું હતું કે “ભારત અને દેશ માટે કામ કરતી સંસ્થાઓ પર હુમલો કરવો એ રાહુલ ગાંધીની સામાન્ય વ્યૂહરચના છે, તેમણે આવી જ રીતે રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ભલે વડાપ્રધાન મોદીની ઇમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ તેમની વિશ્વસનીયતા એટલી ઊંચી છે કે વિદેશોમાં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે છે”.

અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા $250 મિલિયનની લાંચ યોજના અંગે કરાયેલા “પાયાવિહોણા” આક્ષેપોને ફગાવી દીધા હતા. આરોપોને પાયાવિહોણા અને કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યા બાદ શેરબજારમાં અદાણી જૂથના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ 12.5% ​​રિકવર થયો, જ્યારે NDTV લિમિટેડ અને સિમેન્ટ આર્મ ACC લિમિટેડ 3.7% અને 7.2% રિકવર થયા હતા. અદાણી પાવર લિમિટેડ અને અદાણી ટોટલ લિમિટેડ અનુક્રમે 11% અને 9.8% વધ્યા હતા. ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ગ્રીન લિમિટેડ દિવસના નીચા સ્તરોથી અનુક્રમે 2.5% અને 3% વધ્યા હતા.

અદાણી ગ્રુપ મેનેજમેન્ટ અને પારદર્શિતાના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરે છે. તે જે દેશમાં કામ કરે છે તેના કાયદાનું તે સંપૂર્ણ પાલન કરે છે. તાજેતરની પરિસ્થિતીને જોતા અદાણી ગ્રીન એનર્જીએ યુએસ ડોલર બોન્ડ દ્વારા $600 મિલિયન એકત્ર કરવાની યોજના પાછી ખેંચી લીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button