વિકસિત ભારત સંકલ્પ યાત્રા: સુરત જિલ્લો
સુરત જિલ્લામાં વિકસિત ભારત યાત્રા અંતર્ગત ૩૫ દિવસમાં ૨,૫૩,૦૭૪ લભાર્થીઓએ લાભ લીધો

સુરત:બુધવાર: દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડી, લાભાર્થીઓને ઘરઆંગણે લાભાન્વિત કરવા માટેની આગવી પહેલ સાથે વિકસિત ગામથી વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટે સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સુરત જિલ્લામાં તા.૧૫મી નવેમ્બરથી યાત્રા શરૂ થઇ હતી, જેના માધ્યમથી ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શનની સાથે સબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને શોધીને તેને સરકારની યોજનાઓના લાભો સ્થળ ઉપર જ આપવામાં આવી રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જિલ્લાના ૩૫ દિવસના પરિભ્રમણ દરમિયાન અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ૫૧,૦૯૮ વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે, તેની સાથે જ ૩૪,૬૯૨ વ્યક્તિઓની ટી.બી. રોગનું સ્ક્રિનિંગ કરાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા આ સમય દરમિયાન ૫૨,૬૯૩ લાભાર્થીઓના નવા આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા છે, જ્યારે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓમાં ૩૦,૫૨૪ વિદ્યાર્થીઓએ સ્થળ પર જ ફોર્મ ભર્યા છે. સિકલસેલ એનિમિયા એલિમિનેશન કાર્યક્રમ હેઠળ ૧૭,૯૬૪ લાભાર્થીઓએ લાભ લીધો છે. પશુ આરોગ્ય ચકાસણી કેમ્પમાં ૯,૯૯૮૫ પશુઓની આરોગ્ય તપાસ કરાઈ છે. હર ઘર જલ- જલ જીવન મિશનના ૫૬૬૨ લાભાર્થીઓને પીવાના શુદ્ધ પાણીના કનેક્શન મળ્યા છે. પી.એમ. કિસાન સન્માન નિધિ હેઠળ ૭૭૩૧ લાભાર્થીઓને ચિહ્નિત કરવામાં આવ્યા છે. પી.એમ. પોષણ અભિયાનમાં ૬૭૪૭ લાભાર્થીઓને પોષક આહાર પૂરો પાડી લાભ અપાયો છે. સુરક્ષા વીમા યોજનામાં ૪૯૪૧ લોકોને વિમાકવચ પૂરૂ પાડવામાં આવ્યું છે. પી.એમ. ઉજ્જ્વલા યોજનામાં ૪૨૫૮ મહિલાઓને ગેસજોડાણ અપાયા છે. પી.એમ. આવાસ યોજના(ગ્રામ્ય) ના ૩૦૩૧ લાભાર્થીઓને આવાસીય લાભ અપાયો છે. યાત્રા દરમિયાન ૩૫ દિવસમાં સુરત જિલ્લામાં સરકારની ૨૨ જેટલી યોજનાઓમાં કુલ ૨,૫૩,૦૭૪ લાભાર્થીઓએ લાભ લીધો છે.