ક્રાઇમ

અદાણીના પાવર પ્લાન્ટમાંથી થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં મુદામાલ સાથે તમામ આરોપીઓને ઝડતી પાડતી લાકડીયા પોલીસ

અદાણીના પાવર પ્લાન્ટમાંથી થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં મુદામાલ સાથે તમામ આરોપીઓને ઝડતી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આ૨.મોથાલીયા સાહેબ સ૨હદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ઘરફોડ ચોરી/લુંટામિલ્કત સબંધી ડીંટેક્ટ/અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા કાયદેસ૨ કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના આધારે પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૧૨૩૦૦૩૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૪૪૭,૧૧૪ મુજબનો ગુનો ગઈ કાલ તા-૧૭/૦૪/૨૦૨૨ ના રોજ દાખલ થવા પામેલ જેમાં ફરીયાદીના કબ્જાના કોપર અને એલ્યુમિનિયમના ૩૫૦ મીટ૨ વાય૨ના બંડલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-નો મુદામાલ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય ઉપરોક્ત વણશોધાયેલ ગુનાની આગળની તપાસ લાક્ડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવાનાઓએ સંભાળી હ્યુમન સોર્સિસ અને ટેકનીકલ સર્વેલન્શ મદદથી તેમજ ખાનગી રાહે મળેલ હકિકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહન સાથે ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવ૨ કરી આગળની વધુ તપાઞ તજવીજ હાથ ધ૨વામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-(૧) દેવરાજ અશોકભાઈ ઠક્કર ઉ.વ–૨૨ રહે.પ્રજાપતિ છત્રાલય અંજાર (૨)મહેશ માદેવાભાઈ આહીર ઉ.૫-૨૨ રહે.નવાનગર અંજાર (૩) અર્જુન દેવાભાઈ ભીલ ઉ.વ-૨૫ રહે.મેઘપર બોરીચી તા-અંજાર (૪) ખોડા હીરાભાઈ રાજપુત ઉ.૫-૨૬ ૨હે.નવાનગર અંજાર

કબ્જે કરેલ મુદામાલ:- કો૫૨ તથા એલ્યુમિનિયમનો ૩૫૦ મીટ૨ વાયર ડિ.રૂ-૧,૫૦,૦૦૦/- અશોક લેલન ટેમ્પો વાહન નં-GJ-12-BZ-3726 કિં.રૂ-૪,૦૦,૦૦૦/- વાયર કાપવાનુ કટર કિં.રૂ-૨૦૦/- કુલ કિંમત રૂ.૫,૫૦,૨૦૦/-

આ કામગી૨ી પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઈ એન.પાગી,પો.કોન્સ. સોમતભાઈ ડાભી તથા પો.કોન્સ. વરજાંગભાઈ રાજપુત, દિપકભાઈ સોલંકી અને શૈલેષભાઈ જેઠવા,વિ૨ભદ્રસિંહ પ૨મા૨ તાઓદ્વા૨ા ક૨વામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button