18 એપ્રિલ, “વિશ્વ ધરોહર દિવસ”

18 એપ્રિલ, “વિશ્વ ધરોહર દિવસ”
દર વર્ષે 18 એપ્રિલનાં દિવસને યુનેસ્કો દ્વારા “વિશ્વ ધરોહર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખુબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાનાં હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં 1,194 ઐતિહાસિક ધરોહરો છે. જેમાં ઇટાલીમાં 58, સ્પેનમાં 49, ચીનમાં 56, ફ્રાન્સમાં 45, જર્મનીમાં 46, મેક્સિકોમાં 45, ભારતમાં 40, યુનાઇટેડ કિંગડમમાં 33, યુનાઇટેડ સ્ટેટ્સમાં 33 છે. ઐતિહાસિક વારસાનાં મુખ્યત્વે ત્રણ પ્રકારો છે : હિસ્ટોરિકલ, ડિસ્ટ્રોઈડ અને મોર્ડન. વિશ્વનો સૌથી મોટું ઐતિહાસિક વારસો ઓસ્ટ્રેલિયામાં આવેલ ગ્રેટ બેરિયર રીફ છે, જે 344,400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અત્યાર સુધી કુલ 53 સ્થળો એવા છે કે જે “હેરીટેજ ઇન ડેનજર” તરીકે જાહેર થયા છે જેમાંથી 17 કુદરતી સ્થળો છે અને 36 સંસ્કૃતિક સ્થળો છે. કાઝીરંગા નેશનલ પાર્ક, લાલ કિલ્લો, ખજુરાહોની અને એલીફંટાની ગુફાઓ, કોર્ણાક સૂર્યમંદિર, આગ્રાનો કિલ્લો વગેરે ભારતના પ્રચલિત ઐતિહાસિક સ્થળો છે.