ઉમરપાડાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઝરપણ ગામે ભવ્ય સ્વાગત કરાયું

સુરતઃબુધવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના ઝરપણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ દરિયાબેન, આયુર્વેદિક ડો.શ્રી કાજલબેન, APMC ચેરમેન સામસિગભાઈ, તાલુકા વિકાસ અધિકારી એફ.એમ.પઠાણ, PHC મેડિકલ ઓફિસર,ICDSના ઈનચાર્જ CDPO નીલમબેન પટેલ, સુપરવાઈઝર સંગીતાબેન, ગામના તલાટી નરેન્દ્રભાઈ વસાવા, સરપંચ વિનોદભાઈ વસવા, શાળાના આચાર્ય દિલીપભાઈ ચૌધરી, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.