કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપાયું

કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપાયું
શ્રીલંકાના હંબનટોટામાં આવેલા મટાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનેચીન માટેજો રદાર ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ એરપોર્ટનું નિર્માણ ૨૦૯ મિલિયન અમેરિકન ડૉલરના ખર્ચે કરવામાં આવ્યું છે. એક સમયે ફ્લાઈટના અભાવે આ એરપોર્ટ વિશ્વનું સૌથી નિર્જન એરપોર્ટ ગણાતું હતું. મટાલા એરપોર્ટનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના નામ પરથી રાખવામાં આવ્યું છે. મહિન્દા
રાજપક્ષેના લગભગ એક દાયકા લાંબા શાસન દરમિયાન ઘણા વિશાળ માળખાકીય પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી આ એક છે. શ્રીલંકાની સરકારના પ્રવક્તા જણાવ્યું હતું કે શ્રીલંકાની કેબિનેટે ૯ જાન્યુઆરીએ સંભવિત પક્ષોના ટેન્ડર આમંત્રિત કરવા મંજૂરી આપી હતી. ત્યારબાદ પ દરખાસ્તો મળી હતી. કેબિનેટ દ્વારા નિયુક્ત સલાહકાર સમિતિએ ૩૦ વર્ષ માટે ભારતની શૌર્ય એરોનોટિક્સ (પ્રાઇવેટ) લિમિટેડ અને રશિયાની એરપોર્ટ્સ ઓફ રિજન મેનેજમેન્ટ કંપનીને મેનેજમેન્ટ એગ્રીમેન્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો.