એન્ટરટેઇનમેન્ટ

ત્રણ કારીગરોએ કારખાનામાં વીતાવેલી એક ભયાનક રાતની વાત એટલે ફિલ્મ “કારખાનુ”

ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ’ પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ઋષભ થાનકી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. ટૂંકમાં કહી શકાય કે આ એક સંપૂર્ણ સ્માર્ટ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. ફિલ્મમાં તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. અભિનેત્રી કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજુ બારોટ, સહિતના કલાકારો એક સાથે સિનેમા પડદા પર અદ્ભૂત કામ કર્યું છે અને તેમની સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક  શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો એ પોતાની  એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે.  ફિલ્મની સ્ક્રિપ્ટ, પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખ દ્વારા ઘડવામાં આવી છે, જે લોકકથાઓ અને આધુનિક ફિલ્મ નિર્માણ તકનીકોનું શ્રેષ્ઠ મિશ્રણ છે.

“કારખાનુ” ને ફિલ્મને જે  અલગ બનાવે છે તે છે હ્યુમરની સાથે હોરરને એકીકૃત રીતે મર્જ કરવાની તેની ક્ષમતા. ફિલ્મનો પ્લોટ ત્રણ ફેક્ટરી કામદારોની આસપાસ ફરે છે જે કલાકો પછી વિલક્ષણ, ભૂતિયા ઘટનાઓનો સામનો કરે છે. આ સેટઅપ સસ્પેન્સ અને કોમેડી વચ્ચે આહલાદક ઇન્ટરપ્લેરજૂ કરે છે અને તેને એક એવી ફિલ્મ બનાવે છે જે માત્ર રોમાંચક જ નહીં પણ અત્યંત મનોરંજક પણ છે. કાજલ ઓઝા વૈદ્યના સંવાદ અને વિચાર- પ્રેરક તત્વનો સંદેશ આપે છે અને અર્ચન ત્રિવેદીનો કોમેડી ટાઈમિંગ તો બધા જાણે જ છે. આ ફિલ્મ જેટલી રમૂજી છે તેટલી જ ડરાવે તેવી પણ છે.

જો તમે કોઈ એવી ફિલ્મ જોવાના મૂડમાં છો કે જેમાં હોરર પણ હોય અને કોમેડી પણ હોય તો તમારા માટે “કારખાનું” ફિલ્મ બેસ્ટ ઓપશન છે. 2 ઓગસ્ટ રિલીઝ થયેલ આ સમાર્ટ હોરર કોમેડી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અનોખો ટ્રેન્ડ સેટ કરે છે.

રેટિંગ:  3.5/5

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button