ગુજરાત
વેડ દરવાજાથી પંડોળ તરફ જતા રોડ પર ગટરિયા પાણી ઓસરતા જ સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓ સ્વચ્છતામાં જોડાયા

વેડ દરવાજાથી પંડોળ તરફ જતા રોડ પર ગટરિયા પાણી ઓસરતા જ સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓ સ્વચ્છતામાં જોડાયા
ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. જેને લઈને વેડ દરવાજા સ્થિત ફ્લડ ગેટ બંધ કરતા વરસાદી પાણી સાથે ગટરિયા પાણી ઉભરાયા હતા. કતારગામના વેડ દરવાજાથી પંડોળ તરફ જતા રોડ પર ગટરિયા પાણી ઓસરતા જ સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓએ ગંદકી દૂર રસ્તાની સાફ-સફાઈ કરીને રસ્તો ખુલ્લો મુકયો હતો. સાથે કોઈ રોગ ચાળો ન ફેલાય તે માટે રોડની બંને સાઈડ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.