દાઊદી વોહરા સમાજની આ અપીલને આખી દુનિયાએ બન્ને હાથે વધાવી લેવી જોઈએ
દાઊદી વોહરા સમાજની આ અપીલને આખી દુનિયાએ બન્ને હાથે વધાવી લેવી જોઈએ
આપણું બાળક જરા મસ્તી કરે ધમાલ તોફાન કરે તે વખતે આપણે એને ફટ કરતો મોબાઈલ પકડાવી દઈએ છે. અરે કેટલાક બાળકોના માતાપિતા જો મોબાઈલ આપે તો જ બાળકો નાસ્તો ભોજન કરવાની હા પાડે છે. બાળકો મોબાઈલ જોતા જોતા જમે છે એ દ્રશ્ય હવે ઘરઘરમાં સામાન્ય બની ગયું છે.
બાળકો હવે મોબાઈલના આદી બની ગયા છે. બાળકોને મોબાઈલની લત લાગી ગઈ છે. મોબાઈલ ના આપો તો બાળકો નાસ્તો કરતા નથી. જમતા નથી અરે સુતા પણ નથી.
આ બધા માટે જો કોઈ જવાબદાર હોય તો આપણે માતાપિતા છે. આપણી આ ભુલ હવે મહાભુલમાં ફેરવાઈ ગઈ છે. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સંદતર અટકી ગયો છે.
બાળકો તોછડાં અને ગુસ્સાવાલા બની ગયા છે. ચીડચીડિયા અને પાગલ બની રહ્યા છે. બાળકોની માનસિક હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે. અમે શું કરીએ હમારું બાળકો માનતા જ નથી કહી આપણે છૂટી પડીએ છીએ એ હવે આપણે બહુ ભારે પડી રહ્યું છે.
દાઊદી વોહરા સમાજ ખુબ જ મિલનસાર હસમુખા સ્વભાવ માટે વિશ્વભરમાં જાણીતો છે. એમની વ્યાપારી કુનેહ દુરંદેશી મીઠી મધ જેવી બોલીથી દાઊદી વોહરા સમાજ આખી દુનિયામાં જાણીતો અને માનીતો છે દાઊદી વોહરા સમાજ આખી દુનિયામાં ફેલાયેલો છે. વેપારી અને શાંતિપ્રિય સમાજ તરીકે આખી દુનિયા દાઊદી વોહરા સમાજને માન આપે છે.
દાઊદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ આલી કદર સયેદના મુફદલ સેફુદ્દીન સાહેબ ( ત. ઉ. શ ) હંમેશા સમાજ અને દેશહિતનું વિચારે છે. પર્યાવરણ સ્વછતા વગર વ્યાજની લોન દેશપ્રેમ માટે સતત પ્રયાસો કરે છે. આપ સાહેબે મોબાઈલના વધતા દુષણો સામે દાઊદી વોહરા સમાજના બધા પંદર વરસથી નીચેના બાળકો માટે મોબાઈલ બઁધની વાત કરી છે.પંદર વરસથી નીચેના બાળકોના હાથોમાં મોબાઈલ હોવો જોઈએ નહી એવી સ્પષ્ટ વાતો કરી છે.
આપણા હિતમાં પરિવારના હિતમાં સમાજના હિતમાં દેશના હિતમાં આ આદેશ ખુબ જ મહત્વનો છે. માત્ર દાઊદી વોહરા સમાજ નહીં બધા જ સમાજ બધા જ દેશએ આ વાતો સમજી તાત્કાલિક અમલ કરવાની ખાસ જરૂર છે.
જો આપણે આપણા બાળકો જાનથી પણ વધારે પ્યારા હૉય આપણે બાળકોનું સારુ હિત વિચારતા હોય તો દરેક માતાપિતાએ કડક હાથે કામ લેવું જ પડશે.
આપણા બાળકોને જો આપણે સ્વસ્થ તંદુરસ્ત અને ઉર્જાવાન ઉત્સાહી જોવા માંગતા હૉય તો આપણે આ વાતો માનવી જ પડશે. પરિવાર સમાજ અને દેશહિતમાં આ વાતોને ચોક્કસ અનુસરવું પડશે. હમે શું કરીએ બાળકો માનતા જ નથી ડાયલોગ ભુલી જવો પડશે આપણે પણ થોડો ભોગ આપવો પડશે થોડી મહેનત તો કરવી જ પડશે.
જો આપણે આપણા બાળકોને અર્ધપાગલ અવસ્થામાં ના જોવા માંગતા હોય મનોરોગી ના બનાવવા માંગતા હોય તો ચોક્કસ બાળકોને મોબાઈલ આપવાનું આજથી હમણાંથી જ બંધ કરવું પડશે બાળકો રડે ઝિદ કરે તોડફોડ કરે તો પણ શાંતિથી સમજાવી ધમકાવી કામ લેવું પડશે. થોડા દિવસ સતત મહેનત કરશું પ્રયત્નો કરીશું તો બધું બરાબર થઈ જશે. પરિવાર સમાજ દેશ બાળકો કરતા તો મોબાઈલ હરગીજ વધારે નથી જ નથી.
આપણે પણ મોબાઈલ થોડો ઓછો વાપરીશું તો બાળકો પર આપની વાતનો જલ્દી અસર થશે. આપણે પણ મોબાઈલ વાપરવા પર કન્ટ્રોલ કરવો જ પડશે. રાતે 10 પછી મોબાઈલ હાથોમાં લેવો નહીં એ સુત્ર અમલમાં મૂકવું પડશે.
મોબાઈલ આપણે હતા ના હતા કરી દે તે પહેલા આપણે જાગી જવાની જરૂર છે.
દાઊદી વોહરા સમાજની આ અપીલને આખી દુનિયાએ બન્ને હાથેથી વધાવવાની જરૂર છે.
જરા વિચારો મોબાઈલની આદતે આપણે ક્યાંથી ક્યાં લાવી દીધા છે? માણસ જેવા માણસને નિર્જીવ રમકડાં બનાવી દીધા. કોઈ હલનચલન નહીં બસ માત્ર લાંબા થઈ મોબાઈલ 24/7 મચડીયા કરવા. યે ક્યાં હો રહા હે યારો?