વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “પેશન્ટ સેફ્ટી વીક 2024″ની ઉજવણી કરવામાં આવી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ એ ભારતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાંની એક છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે પેશન્ટ સેફ્ટી વીક 2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ, “દર્દીની સલામતી માટે નિદાનમાં સુધારો કરવો” છે કે જે એ નિર્ણાયક ભૂમિકાને પ્રકાશિત કરે છે કે સચોટ અને સમયસર નિદાન દર્દીની સલામતી અને આરોગ્યસંભાળના પરિણામોને વધારવામાં ભજવે છે. “ગેટ ઈટ રાઈટ , મેક ઈટ સેફ” ના સૂત્ર સાથે, હોસ્પિટલ નિદાનની ચોકસાઈના મહત્વને વધુ મજબૂત કરવા અને તમામ વિભાગો અને એકમોમાં સલામતી સુધારવાના સામૂહિક પ્રયાસમાં દર્દીઓ, પરિવારો અને હેલ્થકેર પ્રોફેશનલ્સને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા સંચાલિત ગ્લોબલ પેશન્ટ સેફટી કેમ્પેઇન અંતર્ગત વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા પણ સમગ્ર અઠવાડિયા દરમિયાન પેશન્ટ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી કે જેમાં દર્દીઓ અને તેમના પરિવારો માટે વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ટરેક્ટિવ સેફ્ટી ક્વિઝથી લઈને પોસ્ટર કોમ્પિટિશન અને સેફ્ટી પેવેલિયન સુધી, હોસ્પિટલનો ઉદ્દેશ્ય દર્દીની સુરક્ષા જાગૃતિ માટે વ્યાપક અભિગમ બનાવવાનો છે. ઇન્ટરનેશનલ પેશન્ટ સેફ્ટી ગોલ્સ (IPSG) પર વર્કસ્ટેશન, “દર્દીની સલામતી માટે નિદાનમાં સુધારો” પર ધ્યાન કેન્દ્રિત પોસ્ટર કોમ્પિટિશન, દર્દીઓ અને પરિવારોને સલામતીની જાગૃતિમાં સામેલ કરવા પેશન્ટ અને ફેમિલી ક્વિઝ, સહયોગીઓ અને સલાહકારો માટે ક્વિઝ સ્પર્ધાઓ, પેશન્ટ સેફ્ટી રીલ્સ, સ્લોગન કોમ્પિટિશન અને સેફટી આઈડિયાઝ, એક્ટિવ ઈન્વોલ્વમેન્ટ ઓફ પેશન્ટ સેફટી ઓફિસર્સ તથા ક્રિટિકલ ટેસ્ટ રિઝલ્ટ અવેરનેસ પર એજ્યુકેશન વગેરે પ્રવૃતિઓ આવરી લેવામાં આવી હતી.
દર્દીઓને સચોટ નિદાન અને સલામતી પ્રક્રિયાઓના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે લેબ, ઇમેજિંગ અને ઇનપેશન્ટ એરિયાઝના સહયોગથી સેફટી પેવેલિયનની સ્થાપના કરવામાં આવશે. આ ઇન્ટરેક્ટિવ સ્ટેશનો દર્દીઓ અને તેમના પરિવારોને મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે, સલામત અને અસરકારક સંભાળ પહોંચાડવા માટે વોકહાર્ટ હોસ્પિટલની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.
વોકહાર્ટ હોસ્પિટલ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઝહાબિયા ખોરાકીવાલાએ લોન્ચ દરમિયાન જણાવ્યું હતું કે, અમે દર્દીની સલામતી અને ગુણવત્તાયુક્ત સંભાળને આગળ વધારવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ. પેશન્ટ સેફ્ટી વીક 2024 દરમિયાન, અમે સલામતીનું કલ્ચર બનાવવા માટેના અમારા સમર્પણની પુનઃપુષ્ટિ કરીએ છીએ જ્યાં દરેક દર્દીને સર્વોચ્ચ ધોરણની સંભાળ મળે છે.”
વોકહાર્ટ હોસ્પિટલ્સ ગ્રૂપના ગ્રૂપ ક્લિનિકલ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. ક્લાઇવ ફર્નાન્ડિસે ઉમેર્યું: “દર્દીની સલામતી એ એક ઓન- ગોઈંગ જર્ની છે, અને નિદાનમાં સુધારો કરવો એ દર્દીના પરિણામોને વધારવાના મુખ્ય પગલાંઓમાંનું એક છે. આ પહેલ દ્વારા, અમે સલામત આરોગ્યસંભાળ વાતાવરણને પ્રોત્સાહન આપવા સહયોગીઓ, દર્દીઓ અને તેમના પરિવારોને જોડવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
વોકહાર્ટ હોસ્પિટલ્સ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. પરાગ રિંદાનીએ તેમના વિચારો શેર કર્યા: “વોકહાર્ટ હોસ્પિટલ્સમાં, દર્દીની સલામતી આપણે જે કંઈ કરીએ છીએ તેના કેન્દ્રમાં છે. પેશન્ટ સેફ્ટી વીક 2024 ઉચ્ચ-ગુણવત્તાની સંભાળ પૂરી પાડવામાં સચોટ નિદાનની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આ પહેલ શ્રેષ્ઠતા અને પેશન્ટ- સેન્ટ્રિક હેલ્થકેર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”
About Wockhardt Hospital:
Wockhardt Hospitals is a chain of tertiary care super-specialty hospitals with facilities in Nagpur, Rajkot, South Mumbai, and North Mumbai. All Wockhardt Hospitals have state-of-the-art infrastructure and globally benchmarked processes to enable Patient Care & Safety. Wockhardt Hospitals Ltd. is one of the few professionally managed corporate hospital groups in the country that prioritizes patient safety and quality of care at the core of its strategy. With a total of 1500 beds across its hospitals and over 1000 Standard Operating Procedures or Protocols for both clinical and non-clinical processes, the guiding philosophy is to serve and enrich the Quality of Life of patients.