હવે જેલમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા

હવે જેલમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે
સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા
મુંબઈ પોલીસે ૧૪ એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા તમામ આરોપીઓ પર MCOCA એક્ટ લાગુ કર્યો છે. આ કેસમાં બિશ્નોઈ ગેંગના બે શૂટર વિકી ગુપ્તા અને સાગર પાલ પોલીસની કસ્ટડીમાં છે. તેની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે
પોલીસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે લોરેન્સના નાના ભાઈ અનમોલ વિરુદ્ધ લુકઆઉટ સયુલર જારી કર્યો છે.
અનમોલ અત્યારે અમેરિકામાં બેઠો છે. ત્યાંથી તે ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યો છે. સલમાન ખાનના ઘરે ફાયરિંગ બાદ તેણે આ ઘટનાની જવાબદારી લીધી હતી. આ કેસમાં, સલમાન ખાનના સુરક્ષા ગાર્ડના નિવેદનના આધારે, મુંબઈ પોલીસે આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. મામલો ઘણો મજબૂત બન્યો છે.
વીકી ગુપ્તા અને સાગર પાલ પોલીસની કસ્ટડીમાં છે