ગુજરાત

અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે રેશમ ભવન સોસાયટી દ્વારા સેવાકાર્ય

અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે રેશમ ભવન સોસાયટી દ્વારા સેવાકાર્ય
સુરતના વરાછા ઝોન વિસ્તારમાં આવેલી રેશમ ભવન સોસાયટીના પ્રમુખશ્રી, આગેવાનો તથા સભ્યો દ્વારા ભારતના લોકપ્રિય સ્વર્ગસ્થ વડાપ્રધાન અને કવિહૃદયી નેતા શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રેશમ ભવન સોસાયટીના આગેવાનો તથા સભ્યોએ નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ખાતે આવેલ કોવિડ બિલ્ડિંગના છઠ્ઠા માળે સગર્ભા બહેનોને ફળ તથા શીરાનું વિતરણ કરી સેવાકાર્ય હાથ ધર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના રાષ્ટ્રપ્રેમ, સાદગી અને જનસેવાના આદર્શોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રેશમ ભવન સોસાયટીના આગેવાનો અને સભ્યોએ સમાજસેવા તથા માનવસેવાના કાર્યો સતત કરતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ સેવાકાર્ય દ્વારા વાજપેયીજીના લોકસેવા અને માનવતાના સંદેશને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button