દેશ

વસઈ કાઈટ ફેસ્ટિવલ: ખુશી અને એક્તાનો ઉત્સવ

વસઈ કાઈટ ફેસ્ટિવલ: ખુશી અને એક્તાનો ઉત્સવ
મુંબઈ : ખુલ્લા આકાશની નીચે લોકોને એકસાથે લાવતો વસઈ પતંગ ઉત્સવ એ સુરક્ષા સ્માર્ટ સિટી દ્વારા આયોજિત મકરસંક્રાંતિની મનમોહક ઉજવણી છે. આ અનોખો કાર્યક્રમ આપણા સાંસ્કૃતિક વારસા, સામુદાયિક બંધન અને મિત્રો તથા પરિવાર સાથેની અવિસ્મરણીય પળોની ઉજવણી કરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે.
સુરક્ષા સ્માર્ટ સિટીના મેનેજમેન્ટના શ્રી જશ પંચમિયાએ જણાવ્યું, “એકતાની ભાવનાને આપણા પતંગોની જેમ જ ઊંચે ઉડતી જોઈને હું રોમાંચ અનુભવી રહ્યો છું. આ પ્રકારના આયોજન આપણને જીવનના સાહજીક આનંદની યાદ અપાવવાની સાથેસાથે એક સમુદાય તરીકે એકસાથે રહેવાની મહત્વતા પર ભાર મૂકે છે.”
કાર્યક્રમની તારીખઃ રવિવાર, 12 જાન્યુઆરી, 2025
કાર્યક્રમનો સમયઃ બપોરે 3 કલાકથી સાંજે 6 કલાક સુધી
કાર્યક્રમનું સ્થળઃ સુરક્ષા સ્માર્ટ સિટી, વસઈ
કાર્યક્રમની મુખ્ય બાબતોઃ
પતંગબાજી અને સ્પર્ધા: આયોજિત રોમાંચક સ્પર્ધામાં રંગબેરંગી પતંગોથી ઘેરાયેલા આકાશનો નજારો માણો.
લાઇવ મ્યુઝિક: લાઇવ પર્ફોર્મન્સ સાથે ઉત્સાહી ધૂનો પર ઝૂમી ઉઠો.
ફૂડ સ્ટોલ: વૈવિધ્યસભર વાનગીઓનો આનંદ માણો (પેઇડ સર્વિસ).
નિઃશુલ્ક પતંગ અને ફિરકી: વહેલા તે પહેલા ધોરણે ઉપલબ્ધ.
નિઃશુલ્ક પિક-અપ એન્ડ ડ્રોપ સર્વિસ: કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક લોકોની સુવિધા માટે વસઈ રેલ્વે સ્ટેશનથી.
પ્રવેશઃ નિઃશુલ્ક
તો તમારા કૅલેન્ડરમાં આ તારીખને નોંધી લો અને વસઈ કાઈટ ફેસ્ટિવલમાં મકરસંક્રાંતિની ભાવનાની ઉજવણી કરવા અમારી સાથે જોડાઈ જાઓ!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button