કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી
શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
Surat News: સુરત સ્થિત કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના મહત્વ પર કવિતાઓ અને સ્કીટ્સ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ફળો, ફૂલો, પ્રાણીઓ અને પક્ષીઓના માસ્ક પહેરી વૃક્ષમહિમા રજૂ કર્યો હતો. ફૂલો અને પાંદડાથી સુંદર તોરણ તૈયાર કર્યા હતા. શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન શ્રીમતી તનુજા બલોદીએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું કે આપણે જેમ માતા-પિતા, પરિવારજનોની કાળજી રાખીએ છીએ, તેમ વૃક્ષોને સ્વજન-પરિવારજન ગણી તેની માવજત કરવી જોઈએ. સ્વાગત પ્રવચનમાં પ્રાચાર્ય રાજેશ કુમારે વૃક્ષની વાર્તા સંભળાવી જણાવ્યું કે, વૃક્ષો માનવજાતિ માટે ઉપકારક છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષો વાવી ઉછેર કરવો આવશ્યક છે.
કાર્યક્રમના સંયોજક શ્રીમતી દક્ષા ગુપ્તા, સૌથી વરિષ્ઠ પ્રાથમિક શિક્ષિકા અને કાર્યક્રમના સ્ટેજ ડાયરેક્ટર દ્વારા મંચ સંચાલન કર્યું હતુ.