વિશાલ શ્રી શ્યામ સંકીર્તનનું ભવ્ય આયોજન થયું

વિશાલ શ્રી શ્યામ સંકીર્તનનું ભવ્ય આયોજન થયું
મોડી રાત સુધી ભક્તોની ભીડ રહી
સુરત,
રિંગ રોડ માન દરવાજા સ્થિત ગેલેક્સી ટેક્સટાઈલ માર્કેટના પ્રાંગણમાં શુક્રવારે વિશાલ શ્રી શ્યામ સંકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન અંગે રુંગટા ડેવલપર્સ પરિવારના અનિલ રુંગટાએ જણાવ્યું કે, આ પ્રસંગે બાબા શ્યામનો ભવ્ય દરબાર કોલકાતાના સુપ્રસિદ્ધ કારીગરો દ્વારા સજાવવામાં આવ્યો હતો. શણગારેલા દરબાર સમક્ષ સાંજે સવા છ વાગ્યે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ વિશાળ ભજન સંધ્યાની શરૂઆત સ્થાનિક ગાયક કલાકાર અજીત દધીચે કરી હતી. ત્યારબાદ ભજન સંધ્યામાં કોલકાતાથી આમંત્રિત ગાયક કલાકાર રાજ પારીકે એકથી ચડિયાતા ભજનો અને ધમાલની પ્રસ્તુતિ આપી હતી. તેમના ભજનો પર ભક્તો ભાવવિભોર થઈ ઝૂમીને અને નાચીને બાબાને રીઝવ્યા હતા. આયોજનમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમનું સમાપન મહાઆરતીથી થયું હતું. આ પ્રસંગે અનેક વેપારીઓ અને શ્યામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.



