સાધલી શ્રી સૂર્યા હનુમાનજી મંદિર મુકામે મારુતિ યજ્ઞ તથા શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી

સાધલી શ્રી સૂર્યા હનુમાનજી મંદિર મુકામે મારુતિ યજ્ઞ તથા શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી
શિનોર તાલુકાના સાધલી મુકામે દર વર્ષની જેમ શ્રી સૂર્યા હનુમાનજી મંદિર મુકામે મારુતિ યજ્ઞ તથા શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.
સમસ્ત સાધલી ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આજ રોજ તારીખ 2 એપ્રિલ 2026 ને ચૈત્ર સુદી પૂનમ, શ્રી હનુમાન જન્મોત્સવની, મારુતિ યજ્ઞ સહિત પૂજા પાઠ અને ધાર્મિક વિધિ સાથે ,વિશાળ 5000 ની મહાપ્રસાદી ભંડારા સાથે ઉજવણી કરવામાં આવી. શ્રી મારુતિ યજ્ઞમાં આજે કુલ 3 યુગલો અને 3 પરમ હનુમાન ભક્ત એ ભાગ લીધો હતો. ગામના તમામ યુવાનોએ સતત પાંચ દિવસથી ઉજવણી માટે ભવ્ય ભગીરથ કર્યો હતો અને સવિશેષ ફોટોગ્રાફર અમિત શાહ દ્વારા ગત રાત્રી બુધવાર થી આજે મળશ્કે સવાર ના 4:00 સુધી ફુલો તથા ફૂલોના હારથી મૂર્તિ તથા સમગ્ર મંદિરને જાતે સ્વખર્ચે સુશોભિત કરીને, ભક્તિનો અનેરો દાખલો પૂરો પાડ્યો હતો. ગરમીમાં ઠંડક માટે પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ દ્વારા આજે દર્શન કરીને ભક્તો માટે છાશ આપી હતી, દર્શન તથા ભંડારાનો લાભ સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના ભક્તોએ પણ લીધો હતો.



