પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વોલ પેઈન્ટીંગ અભિયાનની શરૂઆત કરાઈ
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વોલ પેઈન્ટીંગ અભિયાનની શરૂઆત કરાઈ
ફીર એક બાર પેઈન્ટીંગ મોદી સરકારના સૂત્રનું પોતાના વરદ્ હસ્તે કર્યુ
: આજ રોજ તારીખ ૧૫ જાન્યુઆરીને, સોમવારના શુભ દિવસે ઉત્તરાયણ પર્વના રોજ સુરત ખાતે આવેલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે, વશી કોલોનીની સામે, ઉધના ત્રણ રસ્તા ખાતે, બપોરે ૨:૦૦ કલાકે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી. નડ્ડાજી દ્વારા દિલ્લી ખાતે ભીંત ચિત્રણના કાર્યક્રમ બાદ સુરત શહેર ખાતે આ અભિયાનની તેમના દ્વારા જાતે દિવાલ પર પેઈન્ટીંગ કરી “ફિર એક બાર – મોદી સરકાર”નું સૂત્ર લખી શુભ શરૂઆત કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કેન્દ્ર થી લઈ રાજ્યો, શહેરો તથા પ્રત્યેક બુથમાં આ કાર્યક્રમો યોજાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ૨૦૧૪માં ભા.જ.પા.ને ૨૮૩ બેઠકો મળેલ ત્યારે એન.ડી.એ. સાથે મળી બહૂમત મેળવી સરકાર બનાવવી હતી. ૨૦૧૯ માં ૩૦૩ સીટ જીતતા ભા.જ.પા. અને એન.ડી.એ.ની ફરી સરકાર બનાવી.
તેમના ૧૦ (દશ) વર્ષના શાસન કાળમાં તેમને જે કામો કર્યા છે અને વચનો આપ્યા હતા તે વચનો પરિપૂર્ણ કર્યા છે. જેમાં રામ મંદિર હોય, ૩૭૦ ની કલમ હોય કે ત્રિપલ લાક હોય, દરેક વાયદા પૂર્ણ કર્યા છે, જે મોદીજીની ગેરંટી છે. આ ગેરંટી થકી પ્રજાજનોમાં મોદી સાહેબ ઉપર અતૂટ વિશ્વાસ બેઠો છે. જેને ફરી એક વાર – મોદીજીની ગેરંટી ઉપર ભરોસો મૂકી, અવિરત ભારતની પ્રગતિ અને દેશને પરમ વૈભવ પર લઈ જવા માટે આવનાર ૨૦૨૪ ની ચૂંટણીમાં વધુમાં વધુ મોદીજી તરફી મતદાન કરાવવા પ્રજાજનોને નમ્ર વિનંતી કરી હતી.
આ વૉલ પેઈન્ટીંગ અભિયાનને આગળ વધારતા આવતી કાલે તા. ૧૬, જાન્યુઆરી, મંગળવારના રોજ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે ૧૧:૦૦ કલાકે અમદાવાદ ખાતે આ અભિયાનનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ બાકીના તમામ જીલ્લા / મહાનગર કક્ષાએ બપોરે ૨:૦૦ કલાકે એકી સાથે આ અભિયાનનો પ્રારંભ જીલ્લા / મહાનગર કક્ષાએ કરવાનો છે.
આ અભિયાનમાં સુરત શહેર ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આ. પાટીલ સાથે, માનનીય સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી કિશોરભાઈ બિંદલ અને શ્રી કાળુભાઈ ભીમનાથ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, મહામંત્રીઓ, ડે. મેયર શ્રી ડૉ. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતી અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, ધારાસભ્યો શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી સંદિપભાઈ દેસાઈ તથા કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રી ! મહામંત્રીશ્રીઓ તથા કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.