ગિરિમથક સાપુતારામાં રવિવારની વિકેન્ડમા ફરવા આવેલા સહેલાણીઓએ ગાઢ ધુમ્મસિયા વાતાવરણ વચ્ચે મોજ માણી
ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધબદાટી બોલાવ્યા બાદ વરસાદી ઝાપટા જારી રહેતા ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા હતા
Surat News: ગુજરાત રાજ્યનુ એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે રવિવારની વિકેન્ડમા વરસાદની હેલી વચ્ચે ટેબલ પોઇન્ટ અને સનરાઇઝ પોઇન્ટ ઉપર અસંખ્ય પ્રવાસીઓએ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની ભરપૂર મોજ માણી જ્યારે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નાના મોટા ઝરણા નદી નાળાઓ સક્રિય થતા આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા. વઘઇનો ગિરા ધોધનો ઝર્ણો ઉંચાઇ થી ખળખળ વહેતા સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ સુંદરતાનો નજારો જોઈ મનમુગ્ધ બનવા પામ્યા હતા જ્યારે સાપુતારામાં સ્વાગત સકૅલ અને ટેબલ પોઇન્ટ જતાં. રસ્તાઓ ઉપર સમય સમય પર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાતા પોલીસ , હોમ ગાર્ડ અને જી.આર.ડીના જવાનો ખડેપગે ઉભા રહી
ટ્રાફિક જામની સ્થિતિ ને કાબુ કરાવતા જ્યારે ગિરિમથક સાપુતારામાં રવિવારના વિકેન્ડમા ફરવા આવેલા અસંખ્ય પ્રવાસીઓના ખડકલાથી પાર્કિંગો ફુલ થવાની સાથે નાના મોટા લારી ગલ્લાના ધંધાર્થીઓ બખ્ખા થવા પામ્યા હતા સાપુતારામાં આંખો દિવસ મેઘમહેર પણ પ્રવાસીઓને ફરવા માટે મદદ રૂપ થવા પામ્યા હતા કયારેક મેઘ વરસતો રહ્યો તો ક્યારેક વિરામ લેતાં જોવા મળ્યો હતો ટેબલ પોઇન્ટ અને સનરાઇઝ પોઇન્ટ ઉપર ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાડી રહેતા ત્યાં પ્રવાસીઓએ ઘોડે સવારી, ઉંટ સવારી,મીની બાઇક રાઇડર્સ જેવી પળોની મોજ માણી હતી જ્યારે બોટીંગમા પણ બેસવા માટે પ્રવાસીઓની લાંબી કતાર લાઇન લગાવી મારો નંબર ક્યારે આવશે એવા જોવા મળ્યા હતા સ્ટેપ ગાર્ડન,રોજ ગાર્ડન,વન કવચ, સહિતના સ્થળોના નજારો અહલાદક બનતા પ્રવાસીઓએ ફરવાની મોજ માણી ધન્યતા અનુભવી હતી.
જયારે ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધબદાટી બોલાવ્યા બાદ વરસાદી ઝાપટા જારી રહેતા ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા હતા. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ધુમ્મસિયા વાતાવરણમાં વિકેન્ડ કરવા આવેલા સહેલાણીઓએ મૌસમ નો ખુબ મજા માણી હતી. ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયા માહોલ વચ્ચે નૌકાવીહાર, એડવેન્ચર એક્ટિવિટી સહિત ટેબલ પોઇન્ટ ઉપર ઊંટ સવારી અને ઘોડેસવારી માટે પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી.તેમજ વાદળોમાં સંતાકૂકડી રમતા પ્રવાસીઓની લાંબી કતાર લાગી હતી.ગિરિમથક સાપુતારાનું આહલાદક માહોલ વચ્ચે પ્રવાસીઓએ રોકાઈ જવાનું મુનાસીબ માન્યું હતું ,જેના કારણે સરકારી ખાનગી હોટલો હાઉસફુલ થઈ જતા નાના ધંધાર્થીઓને સારી કમાણી થઈ હતી.ચારેય તરફ લીલીછમ વનરાઈ અને ડુંગરની વચ્ચોવચ આવેલ સર્પગંગા તળાવમાં ધુમ્મસની ચાદર છવાઈ જતા નયનરમ્ય માહોલ વચ્ચે પ્રવાસીઓએ નૌકાવીહાર નો આનંદ માણ્યો હતો.
ચોમાસાની શરૂઆત થતા જ ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોલેકળાએ ખીલી ઉઠે છે; તેવામાં શનિ રવિવારે સાપુતારા સહિત પ્રાકૃતિક સ્થળોએ ભારે ભીડ ઉમટી હતી. આ સાથે જ વઘઇ ગીરાધોધ, ગિરમાળધોધ, માયાદેવી, અંજનિકુંડ સહિત નાના મોટા ઝરણાઓ ફૂટી નીકળતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.