તૂટેલી જાળીથી અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
તૂટેલી જાળીથી અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
શિનોર તાલુકાના સાધલી બસ સ્ટેન્ડ પાસે રાજ્ય માર્ગ મકાનનો મુખ્ય રસ્તો અને ગ્રામ પંચાયતનુ બસ સ્ટેન્ડ જ્યાં રોજના 100 ઉપરાંત એસટી બસના રૂટો તથા ખાનગી વાહનોની અવર-જવર ચાલુ રહે છે ,ત્યાં ગીતા પાન સેન્ટર સામે પાઇપોથી બનાવેલ પાણીના નિકાલની પાઈપોથી બનાવેલ જાળી તૂટી જવાથી અકસ્માતનો ભય છે ,જે કોઈનો જીવ લેશે ,તો એની જવાબદારી કોની ???
સાધલી બસ સ્ટેન્ડ ની ચારે તરફ રાજ્ય સરકારના રસ્તાઓ અને પંચાયતનો ગામમાં જવાનો રસ્તો આવેલ છે. આ બસ સ્ટેન્ડ સામે રાજ્ય સરકારનો રસ્તો ઊંચો છે, અને બજારમાં જવાનો રસ્તો નીચો હોવાથી પાણીના નિકાલ માટે લોખંડની પાઇપોથી જાળી બનાવીને નાખેલ છે. જે હાલમાં સદંતર તૂટી ગયેલ છે .જેના કારણે તાજેતરમાં એક ફોરવીલ ગાડી પાઇપો ના ખાડામાં ઉતરી જતા ગીતા પાન પાસેના બોકડામાં પેસી ગઈ હતી. પરંતુ કોઈ નુકસાન થયું નહોતું ,એ ઈશ્વરનો પાડ ગણાય. બસ સ્ટેન્ડ પર ચારે તરફથી વાહનોની અવરજવર સતત રહે છે તદુપરાંત મુસાફરો અને રાહદારીઓ પણ અવરજવર કરતા હોય છે, માલસર બ્રિજ તૈયાર થવાથી સામે કિનારાની ગાડીઓ પણ અહીંથી પસાર થાય છે ,જેથી આ તૂટી ગયેલ પાઇપોની જાળી તાત્કાલિક રીપેર કરવા માટે ગ્રામ પંચાયત તથા માર્ગ મકાનનું તંત્ર જાગૃત થઈને કાયમી નિકાલ લાવે એવી આ પંથકની માંગ છે .અન્યથા કોઈ અજુગતો તો બનાવ બને તો તેની જવાબદારી તેઓના શિરે રહેશે એ નક્કી છે. જવાબદાર તંત્ર જાગશે ખરું ??????