આરોગ્ય
’યંગ એટ હાર્ટ’: મૂળ મુંબઈના ૬૫ વર્ષીય પતંગબાજ કલ્પના ખારવાએ ૨૦ વર્ષથી પતંગબાજીના શોખને રાખ્યો જીવંત
સુરત:બુધવાર: તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજિત પતંગોત્સવમાં ભાગ લઈ ચોથી વાર સુરતના મહેમાન બનેલા પતંગબાજ કલ્પના ખારવા છેલ્લા ૨૦ વર્ષોથી પતંગબાજીનો શોખ ધરાવે છે અને વિવિધ ઈવેન્ટ્સ, કાઈટ ફેસ્ટિવલ્સમાં પણ ઉત્સાહથી ભાગ લે છે.
‘યંગ એટ હાર્ટ’ની ઉપમાને સાચી ઠેરવતા મૂળ મુંબઈના કલ્પનાબેને પતિ અને બહેન સાથે ટીમ બનાવી નાનપણના પતંગબાજીના શોખને જીવંત રાખ્યો છે. તેઓ કહે છે, અમે અમદાવાદ, રાજકોટ, વડોદરા, કેવડીયા, કચ્છ અને સુરત સહિત રાજ્યભરમાં પતંગ ચગાવવા જઈએ છીએ. જેમાં સુરતીઓ સૌથી વધુ ઉત્સાહપ્રિય અને આવકારદાયક હોવાથી અહીં આવવાની મજા આવે છે.