યુવા નેતા કિર્તેશ પાટીલ બન્યા AAP યુથ વિંગના પ્રાદેશિક સહ મંત્રી

યુવા નેતા કિર્તેશ પાટીલ બન્યા AAP યુથ વિંગના પ્રાદેશિક સહ મંત્રી
સુરત। આમ આદમી પાર્ટી ના ગુજરાત યુથ વિંગમાં કિર્તેશ બાલુભાઈ પાટીલ ને પ્રાદેશિક સહ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમની આ નિમણૂકથી વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે।
કિર્તેશ પાટીલ વેડ રોડ સ્થિત ત્રિલોક નગર સોસાયટીના રહેવાસી છે અને સ્થાનિક સ્તરે એક સક્રિય તેમજ લોકપ્રિય યુવા નેતા તરીકે ઓળખ ધરાવે છે। તેઓ સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે, જેના પરિણામે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે।
આ નિમણૂંક ઇશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવી છે, જે ગુજરાતમાં પાર્ટીના અગત્યના નેતાઓમાંના એક છે। તેમની નિમણૂંક પર કાર્યકરો અને શુભેચ્છકોએ આનંદ વ્યક્ત કરી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી.



